Site icon News Continuous Bureau | Mumbai

આજથી મુંબઈના આ 12 સેન્ટરમાં મળશે 12થી 14 વર્ષના કિશોરોને વેક્સિન, આટલા લાખ બાળકો વેક્સિનના લાભાર્થી; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આજથી 12 સેન્ટરોમાં ૧૨ વર્ષથી ૧૪ વર્ષના કિશોરોને કોવિડ પ્રતિબંધક કોરબેવૅક્સ નામની વૅક્સિન આપવાની શરૂઆત થશે. મુંબઈ મહાનગરપાલિકાના આપેલા આંકડા મુજબ મુંબઈમાં આ એજ ગ્રુપમાં લગભગ ૩,૫૦,૦૦૦ કિશોર વેક્સિન લેવાને પાત્ર છે.

Join Our WhatsApp Channel

આજે જોકે મુંબઈમાં ફક્ત ૧૨ સેન્ટર પર પ્રાયોગિક ધોરણે બપોરના ૧૨ વાગ્યાથી વૅક્સિન આપવાનું ચાલુ કરવામાં આવવાનું છે. આ ૧૨ સેન્ટરનો અભ્યાસ કર્યા બાદ તેમાં આવતી અડચણો અને લોકોના પ્રતિસાદને જોયા બાદ  સેન્ટરની સંખ્યા વધારાશે. કિશોરોને આપવામાં આવવાની વૅક્સિનના બે ડૉઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રહેશે.

હાલ જોકે સ્કૂલોમાં પરીક્ષાનો સમય છે, તેમ જ વેક્સિન લીધા બાદ તાવની તકલીફ થઈ શકે છે. તેને જોતા વાલીઓ પોતાના બાળકોને વેકિસન આપતા અચકાઈ શકે છે. તેમ જ પરીક્ષા પૂરી થયા બાદ લોકો વેકેશન પર જતા રહેતા હોય છે, તેથી પાલિકાની વેક્સિનેશન ડ્રાઈવને અસર થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : બાળકોને પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ હવે સ્કૂલમાં મળશે પ્રવેશ, શાળા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં ઘોષણા કરી ઘોષણા ; જાણો વિગતે

જોકે પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણવ્યા મુજબ લોકોમાં બાળકોના વેક્સિનેશનને લઈને અવેરનેસ લાવવામાં આવી રહી છે. એટલે બહુ વાંધો આવશે નહીં. મુંબઈમાં પ્રાયોગિક ધોરણે આજથી ૧૨ સેન્ટર પર વૅક્સિન આપવામાં આવવાની છે. આગળ જતા સેન્ટરની સંખ્યામાં વધારો થવાનો છે. એ સાથે જ પાલિકાએ સ્કૂલમાં કૅમ્પ લગાવશે, સાર્વજનિક મંડળોમાં પણ કેમ્પ લગાવીને વૅક્સિન આપવાની યોજના બનાવી છે.

મુંબઈના 12 સેન્ટરમાં વેક્સિન મળવાની છે, જેમાં ઈ-વોર્ડમાં મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હોસ્પિટલ, ઈ-વોર્ડમાં નાગપાડામાં આવેલી જે.જે. હોસ્પિટલ, એફ-દક્ષિણ વોર્ડમાં પરેલની કે.ઈ.એમ. હોસ્પિટલ, એચ-પૂર્વ વોર્ડમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં જંબો કોવિડ સેન્ટર, કે-પૂર્વમાં વિલેપાર્લે (પશ્ચિમ)માં કૂપર હોસ્પિટલ,  પી-દક્ષિણ વોર્ડના ગોરેગામ (પૂર્વ)માં નેસ્કો જંબો કોવિડ સેન્ટર, આર-દક્ષિણ કાંદિવલી (પશ્ચિમ)માં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર મનપા હોસ્પિટલ, એન-પૂર્વ વોર્ડના ગોવંડીમાં પંડિત મદનમોહન માલવિયા હોસ્પિટલ, ટી-વોર્ડના મુલુંડમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર હોસ્પિટલ નો સમાવેશ થાય છે.

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version