Site icon News Continuous Bureau | Mumbai

ગ્રીન ક્રિસમસ આને કહેવાય : બોરીવલીમાં સાંતાક્લોઝે સીતાફળના બી ની વહેંચણી કરી ક્રિસમસની ઉજવણી કરી. જુઓ ફોટોગ્રાફ, જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Channel

 શનિવાર. 

દેશભરમાં લોકો ક્રિસમસની ધૂમધામથી ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મુંબઈમાં પણ  ક્રિસમિસની પૂર્વ સંંધ્યાએ પર્યાવરણ પ્રેમીઓએ અનોખી રીતે ક્રિસમસની ઉજવણી કરી હતી. 

શુક્રવારે મુંબઈના અનેક  વિસ્તારમાં પર્યાવરણપ્રેમીઓ સાંતાક્લોઝના ગેટઅપમા ફરીને મુંબઈગરાને  વૃક્ષોના  સંવર્ધન અને વાવેતરનું મહત્વ સમજાવ્યું હતું અને મુંબઈગરાને સીતાફળના છોડનુંં વાવેતર કરવાને પ્રોત્સાહન આપવા માટે તેના બીની વહેંચણી કરી હતી.

મુંબઈમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પ્રતિમાના અનાવણ આડે વિધ્ન, રાજ્ય સરકારે આ કારણથી ન આપી મંજૂરી. ભાજપ આક્રોશમાં

મુંબઈના ગ્રીન મેન કહેવાતા અને પર્યાવરણના જતન માટે કામ કરતી મિશન ગ્રીન મુંબઈના ફાઉન્ડર સુભોજિત મુર્ખજીએ કહ્યું હતું કે અમે ગ્રીન ક્રિસમસની ઊજવણીનો લોકોને સંદેશ આપ્યો હતો. પર્યાવરણનું જનત સમગ્ર માનવજાત માટે જ આવશ્યક છે. તેથી શુક્રવારે ભાયખલામા આવેલા રાણીબાગમાં ફરવા આવેલા પર્યટકોને સીતાફળના બી આપવામાં આવ્યા હતા. જેથી કરીને લોકો પોતાના ઘરની આજુબાજુ ના પરિસરમાં તેનું વાવેતર કરી શકે. બાંદરા, બેન્ડ સ્ટેન્ડ, કોલાબા, ભાયખલા,. મરીન લાઈન્સ જેવા અનેક વિસ્તારોમાં અમે સાંતાક્લોઝ બનીને લોકોને સીતાફળના બી વાવવા માટે આપ્યા હતા. એ  સિવાય માસ્ક વગર ફરનારા લોકોને માસ્કની પણ વહેંચણી કરી હતી. અમારા આ પ્રોજેક્ટમાં અમને મુંબઈ મહાનગરપાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટનો પણ સહયોગ મળ્યો હતો.

 

 

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version