Site icon

મુંબઈ- કોંકણ સહિત મહારાષ્ટ્રમાં વરસાદને લઈને કરવામાં આવી આ આગાહી- જાણો કયારે પડશે વરસાદ

Weather Forecast : Mumbai will get rain in next 3 days

Weather Forecast : Mumbai will get rain in next 3 days

News Continuous Bureau | Mumbai 

આ વર્ષે હવામાન ખાતાની(Weather department) સારા ચોમાસાની આગાહી(Monsoon forecast) ખોટી પડી છે. જૂન મહિનામાં લગભગ 73 ટકા વરસાદ ઓછો પડ્યો હોવાનો અંદાજ છે. ત્યારે આગામી દિવસોમાં મુશળધાર વરસાદ(heavy rain) પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 22 થી 27 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ રાજ્યમાં માત્ર કેટલાક વિસ્તારમાં જ ભારે વરસાદ થયો હતો, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ જ પડ્યો છે.  વરસાદની ગેરહાજરીમાં સમગ્ર રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી(water crisis) સર્જાઈ છે, ખેડૂતો વાવણી માટે વરસાદ કયારે આવશે તેની  રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાનશાસ્ત્રી(Meteorologist) માણિકરાવ ખુલેએ 27 જૂનથી 6 જુલાઈ સુધીના આગામી 10 દિવસમાં મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી મૂશળધાર વરસાદની આગાહી કરી છે. તો મુંબઈ(Mumbai), કોંકણ(Kokan), ગોવા(Goa) અને વિદર્ભમાં 29 જૂનથી ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

મરાઠવાડાના(Marathwada) ઔરંગાબાદ, પરભણી, લાતુર અને બીડ જિલ્લામાં(Beed district) મંગળવાર અને બુધવાર જેવા માત્ર બે દિવસ વરસાદની અસર ઓછી રહેશે. અરબી સમુદ્રમાં(Arabian Sea) દક્ષિણમાંઓછા દબાણનો ક્ષેત્ર નિર્માણ થવાનું છે તેમ જ મજબૂત, ભેજવાળા દરિયાઈ પવનોના પ્રભાવને કારણે વરસાદની અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચો : શહેર તરફ જનારાઓ સાવધાન- ગોરેગાંવ તરફ જતો હાઇવે એક્સીડંટને કારણે થયો ધીમો- જુઓ ફોટોગ્રાફ

આ દરમિયાન ઔરંગાબાદ નાંદેડ જિલ્લાના(Nanded District) જાલનામાં વરસાદ શરૂ થયો છે. નાંદેડમાં સાંજે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. આનાથી ખરીફની ઊંડા વાવણીને વેગ મળ્યો છે. જાલના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.60 મીમી વરસાદ નોંધાયો છે. જાલના શહેર સહિતના વિસ્તારમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ મોડે સુધી ચાલુ રહ્યો હતો.

અહમદનગર(Ahmednagar) સહિત જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં 27 જૂન સુધીમાં 104 મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 13.3 મીમી વરસાદ પડ્યો છે. અહમદનગર, પારનેર, શેવગાંવ, પાથરડી, નેવાસે, રાહુરી, સંગમનેર, અકોલે અને શ્રીરામપુર તાલુકામાં અત્યાર સુધીમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ડેમોના કેચમેન્ટ એરિયામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version