News Continuous Bureau | Mumbai
દક્ષિણ મુંબઈ(South Mumbai)માં મલબાર હિલ(Malabar Hill)માં આવેલા પ્રખ્યાત બાણગંગા તળાવમાં(Banganga lake) ગુરુવારે મોટી સંખ્યામાં માછલી(Fish died)ઓ મૃત અવસ્થામાં મળી આવી હતી. આ અગાઉ પણ ઓક્ટોબર(October)માં તળાવમાં પ્રદૂષણને કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મરી ગઈ હોવાનો બનાવ બન્યો હતો. સ્થાનિક રહેવાસીઓના આરોપ મુજબ તળાવમાં રહેલા પ્રદૂષણને(Pollution) કારણે માછલીઓના (Fish Died)મૃત્યુ થયા છે.
ગુરુવારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી. નિષ્ણાતોના કહેવા મુજબ ગરમી(Summer)ની સાથે જ પાણીમાં મિક્સ થયેલા સિમેન્ટને કારણે પાણી પ્રદૂષિત(Water Pollution) થતા આવું બન્યું હોવું જોઈએ.
સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબર(September-October)માં પિતૃ પક્ષ દરમિયાન અહીં શ્રાદ્ધ કરવામાં આવતા છે, ત્યારે લોકો ખાવાની વસ્તુઓ, ફૂલ વગેરે તળાવમાં પધરાવતા હોય છે. ત્યારે તળાવમાં માછલીઓ આ રીતે મોટી સંખ્યામાં મૃત અવસ્થામાં મળી આવતી હોય છે. પરંતુ આ વખતે પહેલી વખત એપ્રિલ મહિનામાં આવું બન્યું છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!!! મુંબઈગરાની સુવિધા માટે સાંતાક્રુઝ સ્ટેશન પર ખુલ્લો મુકાયો નવો ફૂટ ઓવરબ્રિજ. જુઓ ફોટા…
અરેરેરે.. .#બાણગંગા #તળાવમાં લાખો #માછલીઓ મળી આવી #મૃતઅવસ્થામાં… જાણો વિગતે#BangangaTank #malabarhill #waterpollution #fishes#watchvideo pic.twitter.com/c23325Lmgh
— news continuous (@NewsContinuous) April 22, 2022
સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ ડ્રેનેજમાં(drainage) રહેલા લીકેજને કારણે તેનું ગંદુ પાણી બાણગંગામાં ભળવાથી પાણી પ્રદૂષણયુક્ત થઈ ગયું હતું, તેને કારણે કદાચ માછલીઓ મરી ગઈ હોવી જોઈએ. આજુબાજુ મોટા પાયા પર બાંધકામ ચાલી રહ્યું હોવાથી સિમેન્ટ સહિત અન્ય બાંધકામનું(construction) મટીરીયલ(Material) બાણગંગાના પાણીમાં વહી જતું હોય છે. તેના કારણે તળાવમા(lake) મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે અને તેને કારણે પાણીમાં ઓક્સિજનનું લેવલ ઘટી જવાથી પણ માછલીઓ મરી ગઈ હોવી જોઈએ.
આ દરમિયાન સ્થાનિક પ્રશાસન દ્વારા તળાવમાં ફૂલ સહિત ખાવા-પીવાની કોઈ પણ વસ્તુને તેમાં નાખવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
