Site icon

મુંબઈના મલાડના માર્વે નગરના રહેવાસીઓ આ સમસ્યાથી થઈ ગયા પરેશાન

News Continuous Bureau | Mumbai 

મુંબઈના પશ્ચિમી ઉપનગરમાં(western suburb) મલાડમાં(Malad) રહેલા ખાડા(Potholes ) અને રસ્તા પર થઈ રહેલા ટ્રાફિકની સમસ્યાથી(traffic problem) સ્થાનિક નાગરિકો(local citizens) પરેશાન થઈ ગયા છે. તેમાં પણ માર્વે રોડ (Marve Road) પર રહેલા ટ્રાફિક અને ખાડાવાળા રસ્તાને કારણે નાગરિકો કંટાળી ગયા છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC) અને પોલીસ પ્રશાસન(Police Administration) દ્વારા સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે તેને કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Join Our WhatsApp Community

મલાડ અત્યંત વસ્તી ધરાવતો વિસ્તાર છે. મલાડ પશ્ચિમનો વિસ્તાર મઢ આઇલેન્ડ(Madh Island), મનોરી-ગોરાઇ(Manori-Gorai) અને મ્હાડા ગાયકવાડ(Mhada Gaikwad) નગર સુધી વિસ્તરેલો છે, જ્યાંના રહેવાસીઓ માત્ર માર્વે રોડથી જ મુસાફરી કરી શકે છે. જો કે, મીઠા ચોકીના ખાડાવાળા રોડ અને ભીષણ ટ્રાફિકથી રહેવાસીઓ પરેશાન છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં દહીહાંડી ઊજવણીમાં શિવસેના અને  ભાજપ વચ્ચે જોવા મળી જોરદાર રસાકસી- શિવસેનાની શાખા બહાર જ ભાજપે બાંધી હાંડી

છેલ્લે 2011ની સાલમાં થયેલી વસ્તી ગણતરીથી સ્પષ્ટ થયું હતું કે મલાડનો પી-નોર્થ મ્યુનિસિપલ વોર્ડ(P-North Municipal Ward) સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે. આ સાથે આ વોર્ડની સમસ્યાઓ પણ મોટી છે. પરંતુ, હાલમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. મલાડ પશ્ચિમથી  મઢ આઈસેન્ડ 13 કિમી દૂર છે અને માર્વે બીચથી મનોરી-ગોરાઈ સુધી વિસ્તરે છે. જ્યાં લોકોની અવરજવર માર્વે રોડ પર આધારિત છે. આ ઉપરાંત માલવાણી, મ્હાડા સુધીના લોકો માર્વે રોડ પરથી તેમના ગંતવ્ય સ્થાને જાય છે. જેના કારણે આ રોડ ચોવીસ કલાક વાહનોની અવરજવરથી(vehicular traffic) વ્યસ્ત રહે છે. પરંતુ, લોકોને આ રોડ પરથી અવરજવર કરવા માટે કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. આનો ઉકેલ શોધવામાં ન તો સ્થાનિક રાજકરણીઓ રસ છે ના મુંબઈ મહાનગરપાલિકાને એવી ફરિયાદ સ્થાનિક લોકો અનેક વખત કરી ચૂકયા છે.

મલાડ વિધાનસભાનો વિસ્તાર એ કોંગ્રેસના(Congress) તમામ ધારાસભ્ય અસલમ શેખનો(MLA Aslam Sheikh) પ્રદેશ છે, જેઓ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકારમાં કેબિનેટ મંત્રી(cabinet minister) હતા અને મુંબઈ શહેરના પાલક મંત્રી રહી ચૂક્યા છે. છતાં પણ માર્વે રોડ પરના ખાડાઓની સમસ્યાનો તેઓ કોઈ ઉકેલ લાવી શક્યા નહોતા.
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version