Site icon

મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર- આજે બપોરે હાર્બર રૂટ પર આ સ્ટેશન વચ્ચે છે 2 કલાકનો ઈમરજન્સી બ્લોક

Harbour Line Will Soon Be Extended Till Borivali

લોકલ યાત્રી માટે સારા સમાચાર : મુંબઈમાં હાર્બર રૂટની ટ્રેનો આ સ્ટેશન સુધી દોડશે! જાણો શું છે પ. રેલવેની યોજના

News Continuous Bureau | Mumbai 

જો તમે મધ્ય રેલવે(central railway)ના હાર્બર રૂટ(Harbour rout) પર મુસાફરી કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. મુંબઈમાં મસ્જિદ બંદર રેલવે સ્ટેશન(Masjid Bundar railway station) પાસે એક જર્જરિત દીવાલ ધરાશાયી(wall collaps) થઈ ગઈ છે. તેથી મધ્ય રેલવેની હાર્બર લાઇન પર ખાસ બ્લોક લેવામાં આવશે. તેથી, CSMT અને વડાલા(Wadala) વચ્ચેની ટ્રેન સેવા બંધ રહેશે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ આજે સવારે 7 વાગ્યાની આસપાસ સવારે મસ્જિદ બંદર રેલ્વે સ્ટેશન નજીક નાગરિક વસાહતની ખાનગી દિવાલનો એક જર્જરિત ભાગ રેલવે ટ્રેક(railway track) નજીક તૂટી પડ્યો હતો. આ ઘટનાને કારણે સવારે લોકલ ટ્રેન 15 મિનિટ મોડી દોડી રહી હતી. દરમિયાન આ જર્જરિત દિવાલનો ભાગ હટાવવા માટે મધ્ય રેલવેની હાર્બર લાઇન પર ખાસ 2:00થી 4:00 એમ બે કલાકનો ઇમરજન્સી બ્લોક(Emergency block) લેવામાં આવી રહ્યો છે. આ ઇમરજન્સી બ્લોક દરમિયાન CSMT અને વડાલા વચ્ચેના હાર્બર રૂટ પર લોકલ ટ્રેનો ઉપલબ્ધ રહેશે નહીં. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, આ બ્લોક દરમિયાન હાર્બર રૂટ પરના ટ્રેન મુસાફરોને કુર્લા(Kurla), દાદર(Dadar)થી મુખ્ય માર્ગ પર મુસાફરી કરવાની છૂટ છે. 

આ સમાચાર પણ વાંચો : સંકટના વાદળ-બ્રિટન  PM બોરિસ જૉનસનની ખુરશી થઈ ડામાડોળ- ગત 24 કલાકમાં આ ચાર  મંત્રીઓએ આપી દીધું રાજીનામું

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ(rain) પડી રહ્યો છે. આ વરસાદના કારણે લોકલ ટ્રાફિક ધીમો થયો છે. રેલવે પ્રશાસન દ્વારા રેલવે ટ્રાફિક સુચારૂ રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મસ્જિદ બંદર માર્ગ પર રેલવેના પાટા પાસે શહેરી વસાહતો આવેલી છે. કેટલીક જગ્યાએ રક્ષણાત્મક દિવાલો પણ ઉભી કરવામાં આવી છે. તેમાંથી સવારે મસ્જિદ સ્ટેશન પાસે દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version