ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે જે સોસાયટીના એક માળ પર બેથી વધુ દર્દી મળે તે આખા માળને સીલ કરવામાં આવે. બીજી તરફ જે સોસાયટીમાં પાંચથી વધુ દર્દીઓ મળે તે આખી સોસાયટી સીલ કરવામાં આવે.
આ નિયમ હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ હાલ 10000 ઇમારતોને સીલ કરી છે જ્યારે કે 11000 માળ સીલ કરવામાં આવ્યા છે.
આ સીલ થયેલી જગ્યાઓમાં આશરે ૨૧ લાખ લોકો રહે છે. મુંબઈ શહેરમાં આટલી મોટી સંખ્યામાં લોકો દુષિત ઝોનમાં કદી ન હતા. આ ઉપરાંત ૯૦ જેટલી ચાલી અને ઝૂંપડપટ્ટી વિસ્તારને પણ સીલ કરવામાં આવ્યા છે.