ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠક છે. આ બેઠકમાં કોરોના પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. ખાસ કરીને આખા મહારાષ્ટ્રમાં ૧૫મી મેના રોજ લોકડાઉન પતી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકડાઉન ને કઈ રીતે વધારવો તે સંદર્ભે ચર્ચા થશે.
કેબિનેટ બેઠકમાં તમામ પાર્ટીના નેતાઓ મોજુદ હોવાને કારણે આ બેઠકમાં લોકડાઉન સંદર્ભે આખરી નિર્ણય લઈ લેવામાં આવશે.
સતત ત્રીજા દિવસે પેટ્રોલ -ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો આપના શહેરનો ભાવ
એવું માનવામાં આવે છે કે જે વિસ્તારમાં કોરોના ના કેસ ઘટી રહ્યા છે ત્યાં થોડીક છૂટછાટ આપવામાં આવશે. તેમજ જે વિસ્તારમાં કોરોના ના કેસ વધુ છે અને હજી પરિસ્થિતિ ગંભીર છે ત્યાં વધુ કડક લોકડાઉન લાગુ કરવામાં આવશે.
આજે બપોરે બે વાગે કેબિનેટની બેઠક છે. એવું માનવામાં આવે છે કે આ બેઠક સાંજે પાંચ વાગ્યાની આસપાસ પતી જશે. ત્યારબાદ મંત્રીઓ બહાર આવી અને લોકડાઉન સંદર્ભે નિર્ણયને જાહેર કરશે.