Site icon

મુંબઈ પોલીસને મળી મોટી સફળતા, દાગીનાની દુકાનમાં લૂંટ કરતા પહેલા જ આટલા લૂંટારૂઓને ઝડપી પાડ્યા; 3 દેશી પિસ્તોલ જપ્ત

News Continuous Bureau | Mumbai 

મુંબઈ પોલીસ(Mumbai Police)ને આંતરરાજ્ય લૂંટારા(robber)ઓની ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. એલટી માર્ગ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ(pistol) અને દેશી કટ્ટા સાથે 3 લૂંટારુઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બંદૂકની અણીએ મુંબઈ(Mumbai)માં સોના-ચાંદીના દાગીના માટે પ્રખ્યાત ઝવેરી બજાર(Zaveri Bazaar)ની દુકાનો લૂંટવાની યોજના બનાવી હતી. તેઓ લૂંટને અંજામ આપે તે પહેલા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

સર્કલ 2 ના ડેપ્યુટી કમિશનર શ્રી નીલોત્પલના જણાવ્યા અનુસાર, તેમને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે એલટી પોલીસ સ્ટેશન(LT police station)ના ઝવેરી બજાર વિસ્તારમાં અન્ય રાજ્યોમાંથી આવેલી 6 થી 7 લૂંટારૂ(robber)ઓની ટોળકી 2 થી 3 દિવસમાં લૂંટ કરવા જઈ રહી છે, જેના માટે તેઓ વિસ્તારની રેકી કરી રહ્યા છે, આ માહિતી મળ્યા બાદ તેઓએ એક ખાસ ટીમ બનાવી. આ પછી પોલીસની ટીમ(police team) તેમને પકડવા ગઈ તો તમામ આરોપીઓ ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસે ટીમે સફળતાપૂર્વક રાજેશ રાય (34 વર્ષ), સોનુ ઉર્ફે અમિત બબલુ ચૌધરી (23 વર્ષ) અને સંજય પચકડી (વર્ષ 33)ને ઝડપી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : કાંદીવલી, બોરીવલી, દહીસર અને મલાડમાં કુલ 2 દિવસ પાણી  નહીં આવે… જાણો વિગતે

 પોલીસે આરોપીઓ પાસેથી 1 દેશી કટ્ટા, 2 પિસ્તોલ, મોબાઈલ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. પોલીસે લૂંટારુઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેઓના તાર કયા કયા રાજ્યમાં ફેલાયા છે તેની તપાસ હાથ ધરી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version