ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
મુંબઈના ઉપનગરો માં અંધેરી થી બોરીવલી એ કોરોના ના હોટ સ્પોટ બની ગયા છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ આર ટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવી દીધી છે, અને એ વિસ્તારના સમગ્ર મોલ, ફેરીયા વાળા, વોચમેન અને ભીડવાળી જગ્યાએ પાલિકાના કર્મચારીઓ ટેસ્ટિંગ કરી રહ્યા છે. એના પરિણામરૂપ અંધેરી વેસ્ટ માં એક જ દિવસમાં 250 થી વધુ જ્યારે કાંદીવલી, બોરીવલી અને દહીસર વિસ્તારમાં 144 થી વધુ કોરોના ના દર્દીઓ સાંપડ્યા હતા.
ગત મહિનાથી અંધેરી પૂર્વ અને પશ્ચિમથી બોરીવલી સુધી દરરોજ કોરોના ગ્રસ્ત ની સંખ્યામાં સતત વધારો નોંધાતા પાલિકાએ સતર્ક થઇ ને ટેસ્ટિંગ અભિયાન હાથ ધર્યું હતું.
