ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઈ શહેરમાં કોરોનાના કેસ નિયંત્રણમાં હોવાના સંકેતમાં મળી રહ્યા છે. ગયા મહિનાની સરખામણીએ આ મહિને સીલ કરાયેલી ઇમારતોની સંખ્યામાં લગભગ 70% જેટલો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 22 નવેમ્બર સુધી સમગ્ર શહેરમાં માત્ર 13 બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. જ્યારે કે 23 ઓક્ટોબરના રોજ 43 ઇમારતો સીલ હતી.
મુંબઈની આ ઇમારતોમાં સીલ કરાયેલા ફ્લોરની સંખ્યા પણ સમાન સમયગાળા દરમિયાન 1,609થી ઘટીને 1,047 થઈ ગઈ છે. 22 ઓક્ટોબરના રોજ 63,279ની સરખામણીમાં હોમ ક્વોરેન્ટાઇનમાં રહેલા મુંબઈકરોની સંખ્યા હાલમાં 40,216 છે.
હવે એમેઝોન નો ઉપયોગ ઝેર મંગાવવા માટે થયો. ઇંદોર માં બની કમનસીબ ઘટના. જાણો વિગતે…
જો ઇમારતમાં પાંચ કે તેથી વધુ રહેવાસીઓ કોવિડ પોઝિટિવ આવે તો BMC બિલ્ડિંગને સીલ કરે છે. જો કોઈ બિલ્ડિંગમાં પાંચ કરતાં ઓછા કેસ હોય, તો દર્દી જ્યાં રહે છે તે ફ્લોર સીલ કરવામાં આવે છે. પ્રથમ અને બીજી કોરોના લહેર દરમિયાન પોલીસ કર્મચારીઓને પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવા માટે સીલબંધ ઇમારતોની બહાર અમુક સમયે તૈનાત કરવામાં આવ્યા હતા.
પાલિકાના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે સીલ કરાયેલી ઇમારતો અને માળની સંખ્યામાં ઘટાડો આશ્ચર્યજનક નથી કારણ કે શહેરમાં કેસ ઘટી રહ્યા છે. દિવાળી પછી અત્યાર સુધીમાં કેસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. જો કે ડિસેમ્બર સુધી અમે સાવચેતી રાખીશું કારણ કે તે સમયે શહેરમાં વિદેશી પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે તાજેતરમાં જણાવ્યું હતું કે ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સને નિર્ધારિત ક્ષમતાના 100% ઓપરેટ કરવાની મંજૂરી આપી છે અને આગામી ક્રિસમસ સીઝનમાં પેસેન્જર પરિવહન કોવિડ પહેલાના દિવસો જેવું થઈ જશે.