ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈ શહેરના દહીસર વિસ્તારમાં બુધવારના દિવસે લૂંટ મચાવીને એક વ્યક્તિની હત્યા કરનાર લૂંટારું માત્ર ૮ કલાકમાં પકડાઈ ગયા છે. એમ એચ બી પોલીસ સ્ટેશને અલગ-અલગ આઠ ટીમો બનાવીને અલગ અલગ જગ્યા પર તપાસ શરૂ કરી હતી. પોલીસ વિભાગે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર તેમજ લૂંટાયેલા તમામ પૈસા આરોપીઓ સાથે પકડી પાડયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લુટારુઓ વિશે પૂરી જાણકારી હજી આપવામાં આવી નથી.
આરોપીઓએ લૂંટ મચાવ્યા પછી ભાગતી વખતે પોતાનું ચપ્પલ છોડી દીધું હતું. પોલીસ વિભાગે આ ચપ્પલ ના આધારે આરોપીઓને પકડી પાડયા છે. આ ગુનાને ઉકેલવા માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી.
પોલીસ વિભાગ આ સંદર્ભે દિવસ દરમિયાન અધિકૃત રીતે વધુ માહિતી પૂરી પાડશે.
માત્ર ૧ મિનિટ અને ૨૭ સેકન્ડ ચાલી દહીસરની રોબરી. સનસનીખેજ વીડિયો સામે આવ્યો. જુઓ વિડિયો.
