Site icon

મીરા-ભાંયદરમાં કોણ સાચ્ચુ-કોણ ખોટું-ઠાકરે અને શિંદે ગ્રુપે નગરસેવકોને લઈને એકબીજા દાવાને ફગાવ્યા-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

શિવસેનાના ધારાસભ્યો(Shivsena MLAs) ફોડયા બાદ હાલ શિંદે ગ્રુપ(Shinde Group) દ્વારા જુદી જુદી કોર્પોરેશનના નગરસેવકોને(Corporation Nagarsevaks) ફોડવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે, તેમાં હવે મીરા-ભાયંદરના(Mira-Bhayander) તમામ નગરસેવકો અમારી સાથે જોડાઈ ગયા હોવાનો દાવો  શિંદે ગ્રુપે ગુરુવારે કર્યો હતો. જોકે થોડી વારમાં જ ઠાકરે ગ્રુપે(Thackeray Group) શિંદે ગ્રુપના દાવાને ફગાવ્યો હતો અને શિવસેનાના નગરસેવકો તેમની સાથે જ જોડાયેલા હોવાનો એક યાદી બહાર પાડીને દાવો કર્યો હતો 

ગુરુવારે, મીરા ભાઈંદર મહાનગર પાલિકાના(BMC) 18 કોર્પોરેટરોએ મુખ્યમંત્રી એકનાથ શિંદેના(CM Eknath Shinde) જૂથમાં જોડાયા હોવાનો દાવો કર્યો હતો. ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ કોર્પોરેટરો ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના સંપર્કમાં હતા. મુખ્યમંત્રીએ આ તમામ કોર્પોરેટરોને આવકાર્યા હતા. પરંતુ, થોડા સમય પછી, ઉદ્ધવ ઠાકરે જૂથે એક યાદી બહાર પાડી, એકનાથ શિંદેના દાવાને ખોટો ગણાવીને તેમની સાથે રહેલા દસ કોર્પોરેટરોની યાદી બહાર પાડી હતી.

મીરા ભાઈંદર મહાનગર પાલિકામાં શિવસેનાના 18 કોર્પોરેટરો મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથમાં જોડાયા હોવાની  ખુદ મુખ્યમંત્રી શિંદેએ માહિતી આપી હતી, પરંતુ સ્થાનિક સ્તરે જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી ફક્ત 9 કોર્પોરેટર એકનાથ શિંદે જૂથમાં ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે બોરીવલીનો આ વિસ્તાર કાયમ માટે થયો પૂરમુક્ત- BMC અમલમાં મૂકી આ યોજના-જાણો વિગત

વર્ષ 2017માં મીરા ભાયંદર નગરપાલિકામાં કુલ 22 કાઉન્સિલરોએ(Councilors) ચૂંટણી(Elections) જીતી હતી. જેમાંથી 2 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં(BJP) જોડાયા હતા. આ પછી 1 કોર્પોરેટરનું અવસાન થયું. પરિણામે શિવસેનાના વર્તમાન કોર્પોરેટરોની સંખ્યા 19 થઈ ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે જાહેરાત કરી હતી કે  ધારાસભ્ય પ્રતાપ સરનાઈક(MLA Pratap Saranaik) સાથે, 18 કોર્પોરેટર તેમના જૂથમાં જોડાયા છે.

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) ગ્રુપ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 10 કોર્પોરેટર  તેમની સાથે જ  છે, જેમાં શિવસેના જૂથના નેતા નીલમ ઢવણ, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર કેટલીન પરેરા, ભૂતપૂર્વ વિપક્ષી નેતા પ્રવીણ પાટીલ, જયંતી પાટીલ, તારા ઘરત, સ્નેહા પાંડે, ભાવના ભોઈર, અર્ચના કદમ, દિનેશ નલાવડે, શર્મિલા બગાચીના નામનો સમાવેશ છે.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version