Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : શું મુંબઈમાં લોકડાઉન ચાલુ રહેશે? મહાનગરપાલિકાએ આપ્યો આ જવાબ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર

જેમ જેમ 15 તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ મુંબઈવાસીઓને ના દિલની ધડકન તેજ થઇ રહી છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું મુંબઈમાં લોકડાઉન સમાપ્ત થશે? હવે આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ ફોડ પાડ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણી એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો છે. પરંતુ મુંબઈ શહેરની આસપાસના વિસ્તારની પરિસ્થિતિ શું છે તેના પર આધારિત રહેશે કે મુંબઈમાં લોકડાઉન ચાલુ રાખવું કે બંધ કરવું.

Join Our WhatsApp Channel

હવે આ રાજ્યમાં મહારાષ્ટ્રથી આવનારાઓ માટે નો એન્ટ્રી.

આનો અર્થ એવો થાય છે કે મુંબઈની આજુબાજુમાં આવેલા જિલ્લાઓ જેવા કે થાણા, પાલઘર, નવી મુંબઈ, નાસિક, રાયગઢ આવા વિસ્તારોમાં કોરોના ની શું પરિસ્થિતિ છે તેના પર મુંબઈ શહેરના લોકડાઉન નો મદાર છે.

મહાનગર પાલિકાનું માનવું છે કે જો આસપાસના વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ હોય તો ત્યાંના લોકો ઝડપભેર મુંબઈ આવી જશે અને મુંબઈની સ્થિતિ પણ ખરાબ થઈ જશે.

હવે આ સમગ્ર વિષય સંદર્ભે છેલ્લો નિર્ણય રાજ્ય સરકાર લેશે.

Mumbai Metro Monsoon Preparedness મુંબઈ મેટ્રોમાં ચોમાસાની તૈયારી ચાર લાઈનો પર મેટ્રો સેવા અવિરત રહેશે, ૫ ટ્રેનો અનામત રખાશે
Mrinaltai Gore Flyover Quality Concerns મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર પર સવાલો નવા પુલના રસ્તાની ગુણવત્તા પર વિવાદ, પાલિકાએ આપી સ્પષ્ટતા
Mumbai BEST Bus Accident કાંદિવલીમાં કાળ બનીને આવી બેસ્ટ બસ, બે રાહદારીઓને કચડ્યા, ઘટનાસ્થળે જ મોત…
BMC Demolition Drive Andheri। મુંબઈના અંધેરીમાં પાલિકાનો સપાટો ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પચાવી પાડનારી ટોચની હોટલોરેસ્ટોરન્ટ્સ પર બુલડોઝર ફર્યા
Exit mobile version