Site icon News Continuous Bureau | Mumbai

મેટ્રો પ્રોજેક્ટ પર પર્યાવરણ વાદીઓનું ગ્રહણ- સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાડ નહીં તોડવાનો આદેશ

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુંબઈ(Mumbai)ના આરે જંગલ વિસ્તારમાં મેટ્રો કાર શેડ(metro car shed)ના નિર્માણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. 

મીડિયા રિપોર્ટ મુજબ આરેમાં મેટ્રો કારશેડને પડકારતી અરજી એક NGO દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો  કે રાજ્યની શિંદે-ફડણવીસ સરકારે 7 ઓક્ટોબર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આરેમાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકીને સ્થિતિ 'જેમ છે તેવી' રાખવાના આદેશનું ઉલ્લંઘન કર્યું છે અને આરેમાં વૃક્ષો કાખ્યા છે. સાથે અરજદારે કોર્ટનું એ પણ ધ્યાન દોર્યું કે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તે સમયે કોર્ટને કહ્યું હતું કે તેઓ આરેમાં એક પણ ઝાડ કાપશે નહીં. હવે આ અરજી પર આગામી સુનાવણી 10 ઓગસ્ટે થશે. ત્યાં સુધી એક પણ ઝાડ ન કાપવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય લલિત, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : યુદ્ધ લગભગ નક્કી- ચીનના 13 યુદ્ધ જહાજ અને 70 જેટલા જેટ તાઇવાન પાસે પહોંચ્યા

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version