Site icon

તમારી બિલ્ડિંગ તો સી-વન કેટેગરીમાં નથીને- મુંબઈની આટલી બિલ્ડિંગમાં અતિશય જોખમી હાલતમાં-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈના કુર્લા(Kurla) પરિસરમાં સોમવારે મોડી રાતે ધરાશાયી થયેલી બિલ્ડિંગમાં(building fall) 19ના મોત થયા છે. મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) નવ વર્ષ પહેલા તેને જોખમી સી-વન શ્રેણીમાં જાહેર કરી હોવા છતાં આ બિલ્ડિંગના રહેવાસીઓ(Building residents) જાનના જોખમે  તેમાં રહેતા હતા. મુંબઈમાં આવી લગભગ 337 જોખમી અને જર્જરિત ઈમારતો છે, જે ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં છે. તેમાં પણ જો ભારે વરસાદ(Heavy rain) પડ્યો તો આવી ઈમારતની ધરાશાયી થવાની શક્યતા વધી જાય છે. 

Join Our WhatsApp Community

મુંબઈમાં હાલ 337 જોખમી અને જર્જરિત બિલ્ડીંગ છે. તેમાંથી સૌથી વધુ જોખમી 163 ઈમારત પશ્ચિમ ઉપનગરમાં(Western suburbs) છે.દક્ષિણ મુંબઈમાં(South Mumbai) 70 અને પૂર્વ ઉપનગરમાં 104 જોખમી ઇમારત છે. કુલ જોખમી ઈમારતમાંથી 122 જોખમી ઈમારતોમાં લોકો પોતાના જાનના જોખમે રહે છે. 

આ સમાચાર પણ વાંચો : લો બોલો -હવે મુંબઈના ભૂતપૂર્વ મેયરને મળી જાનથી મારી નાખવાની ધમકી- જાણો વિગત

 મહાનગરપાલિકા(BMC), મ્હાડા (MHADA) દ્વારા દર વર્ષે ચોમાસાનાં(Monsoon) આગમન પહેલા મુંબઈની જોખમી  ઈમારતનો સર્વે કરવામાં આવે છે. જોખમી ઇમારત કે જેનું સમારકામ શક્ય નથી તે સી-વન શ્રેણીમાં આવે છે આવી  ઈમારતોને ખાલી કરીને તોડી પાડવી પડે છે. મુંબઈમાં પાલિકાની માલિકીની ખાનગી માલિકીની, મ્હાડાની સેસ તથા સરકારી મળીને લગભગ 337 બિલ્ડિંગ જોખમી છે. તેમાંથી અત્યાર સુધી 122 જોખમી ઈમારતો હજી પણ લોકો જાનના જોખમે રહે છે. જ્યારે 102 બિલ્ડિંગના વીજળીના અને પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. મુંબઈની 113 જોખમી ઈમારતના રહેવાસીઓએ હજી સુધી ઈમારત ખાલી કરી નથી. તો  ઈમારત ખાલી કરવાની નોટિસ સામે રહેવાસીઓ કોર્ટમાંથી સ્ટે લઈને આવ્યા હતા તેથી હાલ 122 મેટર કોર્ટમાં છે.

મુંબઈમાં હાલ આવી સૌથી વધુ જોખમી ઇમારત મુલુંડ, અંધેરી અને બાંદ્રા(વેસ્ટ)માં છે. સૌથી ઓછી જોખમી ઇમારત ગિરગામ, ચર્ચગેટમાં છે. સૌથી ટી વોર્ડ મુલુંડમાં 49 છે. બીજા નંબરે કે-પશ્ચિમ વોર્ડના અંધેરી(પશ્ચિમ)માં 42 બિલ્ડિંગ છે. 
 

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version