ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે મુંબઈમાં 7,895 નવા કોરોના સંક્રમણ મળી આવ્યા છે અને લગભગ ત્રણ ગણા વધુ એટલે કે 21,025 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં દર્દીઓની આ સંખ્યા શહેરીજનો અને મહાનગરપાલિકા પ્રશાસન માટે રાહતરૂપ છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7,895 નવા કોરોના કેસ નોંધાયા છે અને 11 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,99,862 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16, 457 થઈ ગયો છે. આ દરમિયાન 21,025 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,20,383 પર પહોંચી ગઈ છે. આ સાથે જ શહેરમાં કોરોનાના નવા દર્દીઓ કરતાં આજે ત્રણ ગણા દર્દી સાજા થતાં રિકવર થવાનું પ્રમાણ વધીને 92 ટકા થયું છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 48 દિવસ થયો છે.
મુંબઈમાં રવિવારે 57,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 7,895 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 688 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 127 બેડમાંથી માત્ર 5 હજાર 722 બેડનો ઉપયોગ થયો છે. શહેરની એક પણ ઝૂંપડા અને ચાલી કન્ટેન્મેન્ટ ઝોનમાં નથી. પરંતુ 54 બિલ્ડીંગો સીલ કરાઈ છે. જ્યાં પાંચ અને પાંચ કરતાં વધુ દર્દી નોંધાયા છે