Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે? શહેરમાં દૈનિક કેસની સરખામણીએ સ્વસ્થ થનારા દર્દીઓ આટલા ગણા વધુ; જાણો આજના તાજા આંકડા  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર.

 દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ  રહ્યો છે. રવિવારે મુંબઈમાં 7,895 નવા કોરોના સંક્રમણ મળી આવ્યા છે અને લગભગ ત્રણ ગણા વધુ એટલે કે 21,025 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં દર્દીઓની આ સંખ્યા શહેરીજનો અને મહાનગરપાલિકા પ્રશાસન માટે રાહતરૂપ છે. 

 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7,895 નવા કોરોના કેસ નોંધાયા છે અને 11 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,99,862 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16, 457 થઈ ગયો છે. આ દરમિયાન 21,025 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,20,383 પર પહોંચી ગઈ છે. આ સાથે જ શહેરમાં કોરોનાના નવા દર્દીઓ કરતાં આજે ત્રણ ગણા દર્દી સાજા થતાં રિકવર થવાનું પ્રમાણ વધીને 92 ટકા થયું છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 48 દિવસ થયો છે. 

મુંબઈમાં રવિવારે 57,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 7,895 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 688 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 127 બેડમાંથી માત્ર 5 હજાર 722 બેડનો ઉપયોગ થયો છે. શહેરની એક પણ ઝૂંપડા અને ચાલી કન્ટેન્મેન્ટ ઝોનમાં નથી. પરંતુ  54 બિલ્ડીંગો સીલ કરાઈ છે. જ્યાં પાંચ અને પાંચ કરતાં વધુ  દર્દી નોંધાયા  છે

Indian Navy Anti Piracy Operation અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાનું સાહસિક ઓપરેશન મુંબઈથી ૩,૦૦૦ કિમી દૂર અપહૃત જહાજ ‘અઝીની’ને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું, તમામ ૨૦ ક્રૂ સભ્યો સુરક્ષિત
Bombay High Court Slams BJP Over Dia Mirza Diwali Video અદાલતે રાજકીય વિરોધ સામે લીધો સખત વાંધો “રાજકારણીઓની સંકુચિત માનસિકતાથી અમે વ્યથિત”, BMC ને તાત્કાલિક વીડિયો રિસ્ટોર કરવા નિર્દેશ
Fake CM OSD Fraud દેવેન્દ્ર ફડણવીસના OSD બની કોન્ટ્રાક્ટર સાથે ₹૩.૨૫ કરોડની છેતરપિંડી મરીન ડ્રાઈવ પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો, ૬ નવેમ્બર સુધી કસ્ટડી
Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Exit mobile version