ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
ઉપનગરની ટ્રેનોમાં દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેથી પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આગામી નવા વર્ષમાં વેસ્ટર્ન રેલવેના 14 સ્ટેશન પર 23 એસ્કેલેટર અને 16 સ્ટેશન પર 20 ફૂટઓવર બ્રિજ બાંધવામાં આવવાના છે.
રેલવેના જણાવ્યા મુજબ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ પર ત્રણ, મરીન લાઈન્સમાં એક, મહાલક્ષ્મી સ્ટેશન પર એક, બાંદ્રા સ્ટેશન પર ત્રણ, બાંદ્રા ટર્મિનસ પર ત્રણ, સાંતાક્રુઝ સ્ટેશન પર એક, જોગેશ્વરી બે, ગોરેગામમાં એક, મલાડમાં એક, કાંદિવલીમાં એક, બોરીવલીમાં એક નાયગાંવમાં એક, વિરાર સ્ટેશન પર બે અને બોઈસર સ્ટેશન પર બે એસ્કેલેટર બેસાડવામાં આવશે. મોટાભાગનું કામ માર્ચ 2022 સુધી પૂરું થશે.
હાલ વેસ્ટર્ન રેલવેમાં 114 ફૂટઓવર બ્રીજ છે. આગામી વર્ષમાં વધુ 20 ફૂટઓવર બ્રિજ ઊભા કરવાની રેલવેની યોજના છે.