Site icon

શું મુંબઈમાં કોરોનાની રફ્તાર અટકી? શહેરમાં નવા કેસમાં અને સાજા થનાર દર્દીઓમાં થયો મોટો ઘટાડો; જાણો આજના તાજા આંકડા 

Central government issues advisory for corona precautions

કોરોના સંદર્ભે વૈશ્વિક ચિંતા વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરી હતી. આ બેઠક પત્યા બાદ તેમણે માસ્ક વાપરવા સંદર્ભે લોકોને ચેતવણી આપી હતી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર.

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં રવિવારે નવા દર્દીઓની સંખ્યામાં પાછલા દિવસોની સરખામણીએ ઘટાડો થયો છે. જોકે કોરોનાના કેસ ઘણા ઓછા આવ્યા હોય, પરંતુ સાજા થનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2,550 નવા કોરોના કેસ નોંધાયા છે અને 13 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,034,833 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,535 થઈ ગયો છે. આ દરમિયાન 217 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે  9,95,786 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ ઘટીને 96 ટકા થયું છે. 

મુંબઈમાં રવિવારે 45,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2,550 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 337 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 2,2041 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 741 બેડમાંથી માત્ર 4,011 બેડ નો ઉપયોગ થયો છે. શહેરમાં 24 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 19,808 સક્રિય કેસ છે.  જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 125 દિવસ થયો છે. 

Mumbai Local Train Crime: મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓ પર પથ્થરમારો કરતો સિરિયલ ગુનેગાર આખરે ઝડપાયો: RPF અને GRPની સંયુક્ત કાર્યવાહી
Bhushan Gagrani BMC: મુંબઈ પાલિકા કમિશનર ઉત્તર મુંબઈની મુલાકાતે આવતા હોસ્પીટલોમાં સફાઈ અભિયાન શરુ.
GMLR Project Mumbai: ગોરેગાંવ-મુલુંડ જોડાણ માર્ગ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામને ગતિ આપવા મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો
Mumbai chain snatcher arrest: મુંબઈ પોલીસે નાસી રહેલા ચેઈન ચોરને મધ્યપ્રદેશથી પકડ્યો.
Exit mobile version