Site icon

નવી મુંબઈના પ્રવેશદ્વાર વાશી ટોલ નાકા પર થયો વિચિત્ર અકસ્માત – ડમ્પરે એક સાથે 10 થી 12 વાહનોને લીધા અડફેટે- ઘટના સીસીટીવીમાં થઈ કેદ, જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

નવી મુંબઈ(Navi Mumbai)ના પ્રવેશદ્વાર વાશી ટોલ નાકા(Vashi Toll Naka) પર રવિવારે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે દસથી વધુ વાહનો(vehicle)ને ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બે લોકો ઈજાગ્રસ્ત(injured) થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Join Our WhatsApp Community

 

નવી મુંબઈના વાશી ટોલ નાકા પર ગઈકાલે સાંજે ચાર વાગ્યે ટોલ ભરવા માટે ઘણી કાર કતાર(que)માં ઊભી હતી. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પરે 10 થી 12 જેટલા વાહનોને ટક્કર મારી હતી. અથડામણમાં વાહનોને વ્યાપક નુકસાન થયું હતું. તેમાં બસ, કાર, ટુ-વ્હીલર જેવા વાહનોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ ડમ્પરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ટોલ નાકા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.  

 આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદ અને પ્લાસ્ટિકના ફૂલોનો લાગ્યો અસલી ફૂલોને ફટકો- નવરાત્રીમાં જાણો શું છે દાદર ફૂલની બજારના હાલ

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version