News Continuous Bureau | Mumbai
આજે સવાર સવારમાં પીકઅવર્સ દરમિયાન પશ્ચિમ રેલવે પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ ગોરેગાંવ સ્ટેશન પાસે ઓવરહેડ વાયરમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ મોડી દોડી રહી છે.
પીકઅવર્સ દરમિયાન રેલ વ્યવહાર ખોરવાઈ જવાના કારણે ઓફીસે પહોંચવાની ઉતાવળમાં રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ફાસ્ટ લોકલ પણ ધીમી ગતિએ દોડી રહી છે.હાલ રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ ખામીને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ
