Site icon News Continuous Bureau | Mumbai

મળો કાંદિવલીના માનવસેવાના વ્રતધારી વયોવૃદ્ધ યુવાનને; ૭૬ વર્ષની ઉંમરે પણ કરે છે અવિરત સેવાકાર્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

નિવૃત્તિ બાદ સામાન્યપણે વ્યક્તિ પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી જીવનમાં આનંદની પળો માણે છે, પરંતુ કાંદિવલીમાં રહેતા એક દાદા એવા છે જે વર્ષોથી અવિરત સેવાકાર્ય કરે છે. આ વાત છે વસંતભાઈ શાહની. છેલ્લાં ૩૧ વર્ષથી માનવ મિત્ર મંડળ ચૅરિટેબલ ટ્રસ્ટના નામ હેઠળ સમાજસેવાનું કામ કરી રહ્યા છે.

માનવ મિત્ર મંડળ ચૅરિટેબલ ટ્રસ્ટ મધ્યમ વર્ગનાં બાળકોને શિક્ષણ માટે ફી, લેખનસામગ્રી, યુનિફૉર્મ આપી મદદ કરે છે. ઉપરાંત જરૂરિયાતમંદોને મેડિકલ ખર્ચ માટે સહાય પણકરે છે. વસંતભાઈ આ સંસ્થા ઉપરાંત સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ જે બાળકોને ગુજરાતી શીખવે છે અને કાંદિવલી સંસ્થા કૉન્ગ્રેસ સેવા ટ્રસ્ટ જે લોકોને હોમિયોપથી દવાઓ અને ઍક્યુપ્રેસર થેરપી નિ:શુલ્ક આપે છે એના પણ ટ્રસ્ટી છે.

આ સંસ્થાની મદદને કારણે આજે ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી અને ડૉક્ટર, સીએ અને ઇજનેર થયા છે. વસંતભાઈ પહેલેથી જ ૧૮થી ૪૪ વર્ષના લોકો માટે જેસીસ ક્લબ ચલાવતા હતા. એમાં તેઓ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સમાજસેવાનાં કાર્યો કરતા હતા. ત્યાર બાદ ૧૯૮૫માં તેમણે માનવ મિત્ર મંડળની સ્થાપના કરી, જેમાં તેમને લોકો તરફથી પણ ઉત્તમ સહયોગ મળ્યો. તેઓ કેન્સર પેશન્ટોને જમાડવાની સાથે તેમને પણ યથાશક્તિ મદદ કરે છે. ઉપરાંત અનાજની કીટનું પણ વિતરણ કરે છે.

આ સંદર્ભે વાતચીત કરતાં વસંતભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમારો મૂળ હેતુ મધ્યમ વર્ગના લોકોને મદદ કરવાનો છે. ગરીબ તો હાથ લાંબો કરી શકે છે, પરંતુ મધ્યમ વર્ગની સ્થિતિ ‘કહેવાય પણ નહિ અને સહેવાય પણ નહિ જેવી છે.’” વસંતભાઈ પોતાના વ્યાવસાયિક કામ સાથે પણ સેવાનું કાર્ય કરતા હતા અને ૨૦૧૪મ નિવૃત્તિ લીધા બાદ પૂર્ણ સમય આ કાર્યને આપવા લાગ્યા.

કલ્યાણની ગુજરાતી શાળામાં ભણેલી આ વિદ્યાર્થિનીએ ઘડી અભૂતપૂર્વ કારકિર્દી; હાંસલ છે બ્યુટી ક્ષેત્રના બહુવિધ પાસાંઓમાં મહારત, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આજના કપરા સમયમાં વસંતભાઈનો સમાજસેવા કરવાનો આ જુસ્સો ઘણાને પ્રેરણા આપે એવો છે. આટલી મોટી ઉંમરે પણ બીજા માટે સમયે-સમયે ઊભા રહેવું એ સૌનીતાકાતની વાત નથી.

Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Exit mobile version