Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતી માતૃભાષાની શાળાઓમાં આખા મહારાષ્ટ્રમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીને 95 ટકા મળ્યા છે- જાણો તેના વિચારો

News Continuous Bureau | Mumbai 

સફળતા પ્રાપ્ત કરવાનાં સપના તો દરેક વ્યક્તિ જોતા હોય છે,

Join Our WhatsApp Channel

પણ સપનાં તેના જ પૂરા થાય છે જેની મહેનત મજબૂત હોય છે.

      આ સુવાક્યને સિદ્ધ કરી બતાવ્યું છે માતૃભાષાની શાળા ભાયંદર(Bhayandar)માં સ્થિત જે. એચ. પોદાર હાઈ સ્કુલ(J.H. Podar school)ની વિદ્યાર્થિનીએ. દસમાં ધોરણમાં ૯૫.૨૦ ટકા સાથે ઉત્તીર્ણ થઈ હિમાંશી મહેશભાઈ બલદાણીયાએ પોતાના માતા-પિતા સાથે પોતાની શાળાનું નામ પણ રોશન કર્યુ છે. હિમાંશી બેનની અથાગ મહેનતનું ફળ દસમાંના પરિણામમાં છલકાયું છે. તેણીને ખુબ જ ગર્વ છે કે માતૃભાષા (Mother tongue) ની શાળામાં ભણી તેને આ સફળતા પ્રાપ્ત કરી છે. તેણીએ જણાવ્યું કે માતૃભાષામાં ભણતર ને લીધે તે ક્યાંય અટકતી નથી અને અંગ્રેજી ભાષા(English Language) પર પણ તેનું ઘણું પ્રભુત્વ છે. મુંબઈ ગુજરાતી સંગઠન(Mumbai Gujarati Sangathan) સાથે વાત કરતા તેણીએ જણાવ્યું કે "સારા ટકાથી ઉત્તીર્ણ થઈ તેની ખુશી મને હતી જ પણ મહારાષ્ટ્રની તમામ ગુજરાતી શાળામાં પ્રથમ ક્રમાંક આવવો એ મારા માટે ખૂબજ તાજુબની વાત છે. માતૃભાષામાં ભણીને મને ખૂબ જ ફાયદો થયો છે, ગુજરાતી ભાષામાં વિજ્ઞાન ભણી ઘણી ઓછી મહેનતે મને concepts સમજાયા છે. મારા મતે બધાએ પોતાની માતૃભાષામાં જ ભણતર લેવું જોઈએ. "તેણી આગળના અભ્યાસ માટે  વાણિજ્ય લેવાનું વિચાર કરી રહી છે. માતૃભાષા પ્રત્યે અપાર પ્રેમ તેણી વાણી પરથી છલકાઈ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈનું વડાલા આખું પાણી પાણી- રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા- જુઓ વિડિયો

Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Exit mobile version