News Continuous Bureau | Mumbai

Agriculture : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ આટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવાની પહેલ ..

Agriculture : બુધવાર અને શનિવારના રોજ સવારે ૧૦:૦૦થી સાજે ૬:૦૦ વાગ્યા સુધી વિવિધ સ્ટોલ્સમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું ખરીદ-વેચાણનું આયોજન કરાયુ છે.

News Continuous Bureau | Mumbai 

Agriculture : ‘સ્વસ્થ ભારત’ના નિર્માણ તરફ આગેકૂચ કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ માધ્યમ થકી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા સુરત જિલ્લાના માંડવી સ્થિત ધી માંડવી હાઈસ્કુલની સામે ખેડૂતોને તેમની ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બુધવાર અને શનિવારના રોજ સવારે ૧૦:૦૦થી સાજે ૬:૦૦ વાગ્યા સુધી વિવિધ સ્ટોલ્સમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું ખરીદ-વેચાણનું આયોજન કરાયુ છે. 

Join Our WhatsApp Channel

75 farmers per Gram Panchayat towards natural agriculture under Azadi Ka Amrit Mohotsav.અહીં મુખ્યત્વે શાકભાજીના પાકો (કારેલા, ભીંડા, પરવળ, ગીલોડા, રીંગણ, ચોળી, દૂધી, તુરિયા, ગલકા વગેરે) ફળપાકો (કેળા, પપૈયા, ડ્રેગન ફ્રુટ વગેરે) તેમજ લાલકડા, આંબામોર, કૃષ્ણકમોદ, બંગાલો, દેવલી, કોલમ જેવી દેશી ડાંગરની જાતોના ચોખાનું વેચાણ કરવામાં આવશે. 

માંડવી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સ્થળ પર આવી પોતાના ખેત પેદાશોનું વેચાણ કરશે, જેનો નગરજનો તેમજ આસપાસના ગ્રામજનોને લાભ લેવા અનુરોધ છે. 

 

આ સમાચાર પણ વાંચો : Amrit Bharat Station Scheme : ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ગુજરાતમાં 21 રેલવે સ્ટેશનોનું થશે પરિવર્તન

Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Exit mobile version