Site icon

Annie Short film ઋગ્વેદના શ્લોક પર આધારિત શોર્ટ ફિલ્મને અમેરિકાના સ્ટુડન્ટ વર્લ્ડ ઇમ્પેક્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન કરાઈ

સિટીના દક્ષ પંડ્યાએ બનાવેલી શોર્ટ ફિલ્મ પોકેટ ફિલ્મ પર રિલીઝ થઈ, ઉપરાંત અંગ્રેજી વર્ઝન ટૂંક જ સમયમાં એમેઝોન પ્રાઈમ પ્લેટફોર્મ પર રજૂ થશે.

short film based on a verse of the Rigveda screened At America's Student World Impact Film Festival

ઋગ્વેદના શ્લોક પર આધારિત શોર્ટ ફિલ્મને અમેરિકાના સ્ટુડન્ટ વર્લ્ડ ઇમ્પેક્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન કરાઈ

News Continuous Bureau | Mumbai 

અમદાવાદનો દક્ષ પંડ્યા ( Daksha Pandya ) VFX આર્ટિસ્ટ તરીકે કેનેડામાં કામ કરી રહ્યો છે. જેણે કેનેડાની સેન્ટેનિયલ કોલેજમાં પોતાના અભ્યાસ દરમિયાન ‘એની’ ( Annie  ) ટાઇટલ સાથે એક શોર્ટ ફિલ્મ ( Short film  ) બનાવી હતી જે ફિલ્મને અમેરિકાના ( America ) સ્ટુડન્ટ વર્લ્ડ ઇમ્પેક્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ( Student World Impact Film Festival ) સ્ક્રીન કરવામાં આવી અને સાથે તે ફિલ્મ સેમિફાઇનલમાં શોર્ટલિસ્ટ થઈ છે. આ શોર્ટ ફિલ્મનું હિન્દી ડબ વર્ઝન થોડા સમય પહેલા યુટ્યુબ પર પોકેટ ફિલ્મ નામની ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત અંગ્રેજી વર્ઝન ટૂંક જ સમયમાં એમેઝોન પ્રાઈમ પ્લેટફોર્મ પર રજૂ થશે. ઋગ્વેદના શ્લોક પર આધારિત અંગ્રેજી ભાષામાં અંગ્રેજી મૂળના કલાકારો સાથે બનેલી આ શોર્ટ ફિલ્મ બલિદાન અને કરુણાની કહાની છે. એક બીજા માટે જો તમામ મનુષ્ય સદભાવના અને બલિદાન આપવાની ક્ષમતા રાખે તો કોઈને સત્તા પર આશ્રિત રહેવાની જરૂર જ નથી એવો મૌલિક સંદેશ આ ફિલ્મથી આપવાનો પ્રયાસ કર્યો છે.

Join Our WhatsApp Community

હોલીવુડની જાણીતી ફિલ્મોના પ્રોજેક્ટ પર પણ કામ કર્યું છે

ફિલ્મમેકર દક્ષ પંડ્યાએ વર્ષ 2016માં પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં પોતાની હિન્દી શોર્ટ ફિલ્મ ‘તેરા જહાં નહિ’નું સ્ક્રીનીંગ કરાવ્યું હતું. ટોરોન્ટોમાં રહીને તેમણે હોલિવૂડની ફિલ્મો જેમકે સ્પાઇડરમેન નો વે હોમ, ઇન્ડિયાના જોન્સ ઉપરાંત નેટફ્લિક્સ ના શૉ વાઇકિંગ્સ, કેબિનેટ ઓફ ક્યુરિયોસિટીસ અને રેસિડેન્ટ એવિલ જેવા પ્રોજેક્ટસ પર પણ કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Janmashtami 2023 જન્માષ્ટમી 2023: બિહારના આ ગામના મુસ્લિમોને હોય છે જન્માષ્ટમીના તહેવારની રાહ, આ છે મોટું કારણ

ભારતીય સંસ્કૃતિને ફિલ્મ થકી વૈશ્વિક ફલક પર ફેલાવવાનો મારો નાનકડો પ્રયાસ છે

ભારતીય સાંસ્કૃતિક સાહિત્યને વૈશ્વિક ફલક પર લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે ‘એની’ શોર્ટ ફિલ્મ બનાવી હતી. જે હેતુને ફિલ્મના આર્ટિસ્ટોએ પોતાના ઉત્તમ પરફોર્મન્સથી સાર્થક કર્યો છે. ભારતીય સંસ્કૃતિના મૂળ સ્ત્રોતોને ફિલ્મો દ્વારા વિશ્વ ફલક પર લઇ જવા માટેના મારા આ એક નાનકડા પ્રયાસની શરૂઆત છે.- દક્ષ પંડ્યા, ફિલ્મમેકર

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version