Site icon

Mumbai Gujarati Patrakar Sangh: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની નવી કારોબારીની જાહેરાત

સંઘના પ્રમુખ સહિત કારોબારીના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઇ આવ્યા.

Announcement of new executive of Mumbai Gujarati Patrakar Journalists Sangh

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની નવી કારોબારીની જાહેરાત

News Continuous Bureau | Mumbai 

9 સપ્ટેમ્બર, 2023ના બોરિવલી સ્થિત રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ હોલ ખાતે મુંબઈ ગુજરાતી પત્રકાર સંધની ( Mumbai Gujarati Patrakar Sangh ) વાર્ષિક સભા (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ( Mayur Parikh ) જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સંઘના પ્રમુખની સાથે આઠ કમિટી મેમ્બરની ચૂંટણી 4 સપ્ટેમ્બરે ચોજવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રમુખ પદ માટે માત્ર વિપુલ વૈદ્યે ફોર્મ ભર્યું હતું જ્યારે કમિટી મેમ્બર્સ માટે આઠ જણે જ ઉમેદવારી નોંધાવતા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

Join Our WhatsApp Community

આજે યોજાયેલી એજીએમમાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ચૂંટાઈ આવેલા સભ્યોના ( new executive ) નામની જાહેરાત ( Announcement  ) કરી હતી. જ્યારે સંઘના નવનિર્વાચિત પ્રમુખે હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. વર્ષ 2023-25 માટેની નવી કારોબારીમાં વિપુલ વૈદ્ય (મુંબઈ સમાચાર) – પ્રમુખ પી. સી. કાપડિયા (ફિલ્મી ઍક્શન) – ઉપ પ્રમુખ, કુનેશ દવે (ગુજરાત સમાચાર) – સેક્રેટરી, નિમેશ દવે (ગુજરાતી મિડ-ડે) જોઇન્ટ સેક્રેટરી, સપના દેસાઈ (મુંબઈ સમાચાર) – ખજાનચીનો સમાવેશ થાય છે. જ્યારે કમિટીના સભ્ય તરીકે સંજય વી. શાહ (માંગરોળ મલ્ટી મીડિયા), ધીરજ રાઠોડ (ગુજરાત સમાચાર), યોગેશ પટેલ (મુંબઈ સમાચાર) અને વૈશાલી ઠકકર (ગુજરાત સમાચાર)નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local : મોતને ખુલ્લું આમંત્રણ! ચાલતી ટ્રેનના દરવાજે લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ! જુઓ વાયરલ વિડીયો..

મુંબઈ ગુજરાતી પત્રકાર ( Journalists  ) સંઘની એજીએમના આયોજન માટે રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ અને ભોજનની વ્યવસ્થા પંકજ કોટેચા દ્વારા કરવામાં આવી હતી.

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version