Site icon

Bhavnagar : ભાવનગર નું લાખેણી સુવિધા ઓ થી સોહતું ‘સ્માર્ટ વિલેજ’ લાખણકા

Bhavnagar : લાખેણી સુવિધાઓથી સોહતું લાખણકા ગામ ભાવનગરનું નવલું અને લાખેણું નજરાણું બની એમ ગામ થી;સ્માર્ટ વિલે; સુધીની સફર કરી અન્ય ગામ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

Bhavnagar's Lakheni facility is connected to the 'Smart Village' Lakhanka

Bhavnagar's Lakheni facility is connected to the 'Smart Village' Lakhanka

News Continuous Bureau | Mumbai

Bhavnagar : લાખેણી સુવિધાઓથી સોહતું ‘સ્માર્ટ વિલેજ’(Smart Village) લાખણકા રાજ્ય સરકારની છેવાડાના માનવીનું જીવન ઘડતર ઊંચું લાવવાની નેમ સાથે કાર્ય કરે છે. ગામડાને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ દ્વારા ગામડાઓને જીવંત અને ધબકતા કરવા માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્માર્ટ વિલેજ’ ની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ‘સ્માર્ટ વિલેજ તરીકે જાહેર થયેલ ગામને ગામના વિકાસ માટે રૂ. ૫ લાખનું અનુદાન આપવામાં આવે છે. માળખાકીય સુવિધાથી સજ્જ ગામડું એ આધુનિક ભારતના ગામડાની સંકલ્પના છે. આજે ગુજરાતનાં ગામડાઓ પણ વિકાસના મીઠા ફળ ચાખી રહ્યા છે. ગામડાઓમાં શહેરી સુવિધાઓ ઊભી થવા સાથે લોકોના જીવનધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવી રહ્યો છે. ભારતની વિશ્વપટલ પર મજબૂત છબી ઊભી કરનાર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી ગામડાના છેવાડે રહેતા માનવીને શહેરમાં રહેતા લોકોને પ્રાપ્ત થાય એ તમામ પ્રકારની સુખસુવિધા મેળવે તેવી રહી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ એ જ દિશા સાથે આગળ વધી રહ્યા છે. જેના સ્વરૂપે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતમાં ‘સ્માર્ટ વિલેજ યોજના’ને વધુ વ્યાપક બનાવી છે. સ્માર્ટ વિલેજ યોજનામાં ગુજરાતનાં જે ગામોની પસંદગી થઈ છે તેમાં ભાવનગરના લાખણકા ગામની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ લાખણકાની ગામડા થી સ્માર્ટ વિલેજ સુધીની સફરને…… ચોખ્ખા-ચણાક રસ્તાઓ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ત્રીસેય દિવસ પીવાના પાણીનો પુરવઠો, આધુનિક આરોગ્ય કેન્દ્ર, સોલર સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટ કલાસરૂમવાળી શાળા, બાળકોને રમવા માટેની ગ્રામવાટિકા…. આ તમામ સુવિધાઓ વિશે સાંભળીએ તો એવું પ્રતિત થાય કે, શહેરના કોઇ પોશ વિસ્તારની વાત થતી હશે. જો કે, આ વાત કોઇ શહેરી વિસ્તારની નહીં, પરંતુ ભાવનગર જિલ્લાના લાખણકા ગામની છે.. ૩૫૦૦ થી ૪૦૦૦ લોકોની વસ્તી ધરાવતું લાખણકા ગામ અલંગથી ૧૮ કિ.મી. દૂર છે. આ ગામમાં પ્રવેશતા જ સ્વચ્છતા તમારું મન મોહી લે છે. આર.સી.સી. રસ્તા તમારું ગામમાં સ્વાગત કરવા રાહ જોતા હોય તેવા ભાસે છે. આરોગ્ય કેન્દ્ર આજુબાજુના છ થી વધુ ગામોને આરોગ્ય સેવા પૂરી પાડે છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરી ગામથી દૂર ડમ્પિંગ સાઇટ પર તેનો નિકાલ કરવાની વ્યવસ્થા ગામમાં ઊભી કરવામાં આવી છે. શિક્ષણ માટ. ધો. ૧ થી ૮ સુધીની સ્માર્ટ કલાસરૂમ ધરાવતી શાળા આકર્ષણનું કેન્દ્ર છે. ગામમાં ૭૦,૦૦૦ લિટરની ઓવરહેડ ટાંકી તથા અંડર ગ્રાઉન્ડ ૧,૫૦,૦૦૦ લીટરનો સંપ આવેલો છે. જેથી લોકોને નિયમિત અને સતત પીવાનું પાણી મળી રહે છે. લાખણકા ગામના પૂર્વ સરપંચ શ્રી ઝવેરભાઈ ચૌહાણ જણાવે છે કે, છેલ્લા થોડા વર્ષોમાં ગામમાં સુવિધાઓની સાથોસાથ લોકોના જીવનધોરણમાં પણ આંખે ઉડીને વળગે તેવો વિકાસ થયો છે. તેઓ ૫૯ વર્ષથી ગામમાં રહે છે. પરંતુ, છેલ્લા બે દશકામાં ગામમાં વિકાસની જે ગતિ જોવા મળી છે તે અગાઉ જોવા મળી નહોતી. સ્માર્ટ વિલેજ સ્કીમ હેઠળ લાખણકા ગામની પસંદગી થતાં ગ્રામજનોમાં હરખની હેલી ઉભરાઇ આવી છે. લાખણકા ગામના પૂર્વ ઉપસરપંચશ્રી લાલજીભાઇ બારૈયા જણાવે છે કે, ગામમાં મુખ્ય રોડ પર સી.સી.ટી.વી. ની સુવિધા સાથે રાત્રે અંધકારમાં સોલર સ્ટ્રીટ લાઇટથી અમારું ગામ ઝળહળી ઉઠે તે જૂઓ તો વિકાસ કેવો હોય તેની પ્રતિતી થાય. ગામ લોકો લાઇટબિલ અને વેરા ભરી શકે તે માટે ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં મહિલા સશક્તિકરણનું(Women Empowerment) ઉદાહરણ પૂરું પાડતી લાખણકા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મહિને ૫,૫૦૦ લીટર દૂધના ઉત્પાદન સાથે સ્વનિર્ભરતાના રસ્તે અગ્રેસર છે. લાખેણી સુવિધાઓથી સોહતું લાખણકા ગામ ભાવનગરનું નવલું અને લાખેણું નજરાણું બની એમ ગામ થી;સ્માર્ટ વિલે; સુધીની સફર કરી અન્ય ગામ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Elon Musk : દર સેકેન્ડમાં લાખો રૂપિયા કમાય છે એલન મસ્ક, નાની ઉંમરમાં જ કર્યું કામ: આજે આટલી છે સંપત્તિ

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version