Site icon

મલાડની ગુજરાતી શાળામાં ભણેલો આ યુવાન આટલી નાની ઉંમરે બની ગયો છે ગૌસેવક; જાણો તેની સરાહનીય કામગીરી અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

વૅકેશન દરમિયાન સામાન્ય રીતે બાળકો રમતગમત અથવા આરામ કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ મલાડની ગુજરાતી શાળામાં ભણેલો એક યુવક એવો છે જેણે વૅકેશન દરમિયાન ગૌસેવાનું કાર્ય શરૂ કર્યું છે. આ વાત છે અમન તાતડની. જે હાલ મલાડની એન.એલ. કૉલેજમાં બારમા ધોરણમાં અભ્યાસ કરે છે.

અમને નવમા ધોરણના વૅકેશન દરમિયાન એક ઉપક્રમ શરૂ કર્યો, જે અંતર્ગત તે દરરોજ પોતાના અને પઠાણવાડીના આજુબાજુના વિસ્તારોમાંથી રોટલી, ઘાસ અને બીજા ખાદ્ય પદાર્થ ભેગા કરતો અને ત્યાર બાદ મલાડ (પૂર્વ) સ્થિત તપોવન મંદિરમાં આવેલી ગૌશાળામાં આ તમામ ખાદ્યપદાર્થ ગાયોને ખવડાવતો હતો. અમનના આ કાર્યમાં વિસ્તારના લોકો પણ જોડાયા અને દૈનિક ધોરણે આ સેવાકાર્યમાં પોતાનાથી બનતી મદદ કરવા લાગ્યા.

જોકે દસમા ધોરણમાં તે અભ્યાસમાં પરોવાઈ ગયો હોવાથી એક વર્ષ માટે દૈનિક ધોરણે આ કાર્ય કરી શક્યો ન હતો, શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદથી જ લૉકડાઉન દરમિયાન પણ તેણે આ કાર્ય સતત ચાલુ રાખ્યું હતું. આજે પણ અમન નિયમિતપણે ૨૫-૩૦ ઘરોમાં જઈ ખાદ્ય પદાર્થ ભેગા કરી ગૌશાળામાં આપે છે.

આ સંદર્ભે વધુ વાત કરતાં અમને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હું જ્યારે નાનો હતો ત્યારે અમારા વિસ્તારનાં એક બા આ કાર્ય કરતાં હતાં, તેમાંથી પ્રેરણા લઈ મેં પણ ૨૦૧૯માં આ સેવાકાર્ય શરૂ કર્યું હતું.” ઘણીવાર અમન સાથે આ કાર્યમાં તેના મિત્રો અને વિસ્તારના બીજા બાળકો પણ જોડાય છે.

 અરે વાહ શું વાત છે. મુંબઈ શહેર માં બસ 500 ની આસપાસ નવા કોરોના ના કેસ. જાણો તાજા આંકડા

ઉલ્લેખનીય છે કે નિ:સ્વાર્થ ભાવે આ સેવાકાર્ય કરતો અમન મલાડ (પૂર્વ) સ્થિત ગુજરાતી શાળા નવજીવન વિદ્યાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. પોતાના જીવનની નાની-મોટી તકલીફને ભૂલી અમને આટલી નાની ઉંમરે પણ જે ગૌસેવાનું કાર્ય કરે છે એ અત્યંત સરાહનીય છે.

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version