Kutch Files: ‘ઝરૂખો ‘માં રણ, રહસ્ય, રોમાંચના પુસ્તક ‘ કચ્છ ફાઈલ ‘વિશે એના લેખક પ્રફુલ શાહ તથા કથાનાયક પત્રકાર વિપુલ વૈદ્ય સાથે ગોષ્ઠિ..

Kutch Files: 'ઝરૂખો 'માં રણ, રહસ્ય, રોમાંચના પુસ્તક ' કચ્છ ફાઈલ 'વિશે એના લેખક પ્રફુલ શાહ તથા કથાનાયક પત્રકાર વિપુલ વૈદ્ય સાથે ગોષ્ઠિ..

News Continuous Bureau | Mumbai

Kutch Files:  કચ્છ પોતાની આગવી ઓળખ ધરાવે છે.એનો મિજાજ, એનો માહોલ, એની ભૌગોલિક સ્થિતિ તથા ત્યાંના સંસ્કાર અને સંસ્કૃતિ બાકીના પ્રદેશથી નોખાં છે. ત્યાં રણ છે પણ રાજસ્થાન જેવું નહિ, ત્યાં આંતરરાષ્ટ્રીય સરહદ છે પણ પંજાબ કે કાશ્મીર જેવી નહિ. આવા કચ્છની ભૂમિ પર ચાર દાયકા જેમણે પત્રકારત્વ કર્યું છે અને અનેક રસપ્રદ તથા ચોંકાવનારી ઘટનાઓના સાક્ષી રહ્યા છે એવા વિપુલ વૈદ્યના જીવનની ઘટનાઓની આસપાસ જાણીતા લેખક પ્રફુલ શાહે એક ડૉક્યુ નોવેલ રચી છે જેનું નામ છે ‘ કચ્છ ફાઈલ ‘  

Join Our WhatsApp Community
discussion author Praful Shah and journalist Vipul Vaidya about the desert, mystery, thriller book 'Kutch files' in 'Zarukho'.

discussion author Praful Shah and journalist Vipul Vaidya about the desert, mystery, thriller book ‘Kutch files’ in ‘Zarukho’.

       લેખક તથા પત્રકાર પ્રફુલ શાહ ( Praful Shah ) વાચકને જકડી રાખે એવી નવલકથાઓ માટે જાણીતા છે. એમની ‘દ્રશ્યમ – અદ્રશ્યમ ‘ સત્ય ઘટના આધારિત નવલકથા ગુજરાતી ( Gujarati Sahitya ) ઉપરાંત હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં છપાઈ છે. નવલકથાઓ ઉપરાંત યુદ્ધના આપણા જાંબાઝો વિશે એમણે સેંકડો લેખો લખ્યા છે.

Praful Shah

     વિપુલ વૈદ્યે પણ કચ્છની ભૂમિ પર રિપોર્ટરથી લઈને અખબારના તંત્રી સુધીની જવાબદારી સંભાળી છે.

   ‘ ઝરૂખો’ ( Zarukho ) કાર્યક્રમમાં આ બંને સાથે એક રસપ્રદ ગોષ્ઠિ કરશે ( Sanjay Pandya ) સંજય પંડ્યા.

વિપુલ વૈદ્ય

આ સમાચાર પણ વાંચો: Mumbai-Ahmedabad Bullet Train : મુંબઈ અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશનનો નાખવામાં આવ્યો પ્રથમ બેઝ સ્લેબ કાસ્ટ, જાણો આ સ્લેબની મુખ્ય વિશેષતાઓ..

     ૭ ડિસેમ્બર શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી જશો… કચ્છની ( Kutch  ) ધરતી તથા કચ્છની સરહદ સાથે જોડાયેલું એક પત્રકારનું સાહસ અને રોમાંચ ભરેલું જીવન તમારી સમક્ષ ઉઘાડવાનું છે.

     આ જાહેર કાર્યક્રમમાં સર્વે હાજરી આપી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Dhurandhar 2 Film Shoot Controversy: ફિલ્મ ‘ધુરંધર ૨’ ના શૂટિંગમાં સુરક્ષા સાથે ચેડાં: B62 સ્ટુડિયોને બ્લેકલિસ્ટ કરવા BMCની ભલામણ; નિયમો તોડવા બદલ ભારે દંડ.
Mumbai Traffic Police: મુંબઈમાં રિક્ષાચાલકોની મનમાની પર પોલીસનો ‘સપાટો’: ૧૨ દિવસમાં ૩૬ હજાર કેસ અને ₹૯૭ લાખનો દંડ; ૮૧૫ રિક્ષાઓ કરાઈ જપ્ત
Mahim Hospital Data Fraud: માહિમમાં હોસ્પિટલના ડેટાનો દુરુપયોગ કરી છેતરપિંડી: મૃત દર્દીના પરિવારને ‘સહાય’ની લાલચ આપી નાણાં પડાવનાર ભેજાબાજ ઝડપાયો.
Mumbai Water Metro Update: ડિસેમ્બર ૨૦૨૬થી મુંબઈમાં શરૂ થશે વોટર મેટ્રો, જાણો કયા ૮ રૂટ પર મુસાફરોને મળશે એસી બોટની સુવિધા.
Exit mobile version