Jharukho : બોરીવલીમાં શનિવારે ઝરૂખોની સાહિત્યિક સાંજ, દિલીપ ઝવેરીના કાવ્ય સંગ્રહ ‘ભગવાનની વાતો’ નાં કાવ્યોનું કરાશે પઠન..

Jharukho :૧૯ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે.

News Continuous Bureau | Mumbai

” જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું
ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
એમની સાથે બેસી
એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે.”

Join Our WhatsApp Community

કવિ દિલીપ ઝવેરીએ ૧૯૮૯માં ‘ પાંડુકાવ્યો ‘ કાવ્યસંગ્રહ આપી ભાવકો તથા વિવેચકો બંનેની ચાહના મેળવી. એ પછી નવી બાની, આધુનિક વિષયવસ્તુ, નવા આંતરલય સાથેનાં કાવ્યો એમણે આપ્યાં ‘ ખંડિતકાંડ અને પછી ‘ કાવ્યસંગ્રહમાં. કંઈક નવું જ આપવાના પડકાર દિલીપ ઝવેરીએ સાહજિકતાથી ઝીલ્યા છે. આ બે સંગ્રહ પછી એમના કાવ્ય સંગ્રહ આવ્યા ‘ કવિતા વિશે કવિતા ‘ અને ‘ ભગવાનની વાતો ‘ . કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક ‘ ભગવાનની વાતો ‘ ને મળ્યું છે.જાણીતા સર્જક રાજેશ પંડ્યાએ એના વિશે લખ્યું છે,’ આ કાવ્યોમાં બાળકનું વિસ્મય છે, સંતની સમતા છે, જ્ઞાનીનું ડહાપણ છે ને કવિનું હૃદય છે.’

Jharukho literary evening on Saturday in Borivali, poems from Dilip Zaveri's poetry collection 'Bhagwan ni Vaat' will be recited

ગુજરાતી અગાઉ આ કાવ્યસંગ્રહ ‘ ટેલ્સ ઑફ ગૉડ ‘ નામે અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ દિલીપ ઝવેરી ‘ ભગવાનની વાતો ‘ નાં કાવ્યોનું પઠન કરશે તથા હાજર અન્ય કવિઓ અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે.કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.

 

આ સમાચાર પણ વાંચો : Jharukho :રવિવારે બોરીવલીમાં ઝરૂખોની સાહિત્યિક સાંજ, ‘મસ્તીની પાઠશાળા’ની બીજી આવૃત્તિ નિમિત્તે ‘બાળકોનો કાવ્યપાઠ અને ઢેનટેડેન’

૧૯ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે.‌‌ ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પ્રગતિ મિત્ર મંડળ વ્યાખ્યાનમાળાનું આ સંયુક્ત આયોજન છે. સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓએ સર્વને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version