Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ કર્યું ‘કવિતા કઈ રીતે લખશો ‘ શિબિરનું આયોજન, કાવ્યનાં અન્ય સ્વરૂપો વિશે અપાઈ જાણકારી.

Gujarati Sahitya: 'કવિતા કઈ રીતે લખશો ' શિબિરમાં ગીત,ગઝલ તથા કાવ્યનાં અન્ય સ્વરૂપો વિશે શ્રોફ કૉલેજમાં જાણકારી અપાઈ.

News Continuous Bureau | Mumbai

 Gujarati Sahitya: કવિતા માનવ સંવેદનાને સ્પર્શે છે. કવિ પોતે પણ સંવેદનશીલ હોવો જરૂરી છે. કવિના ( Poem ) સંવેદનાસભર ભાવજગતમાંથી કવિતા ફૂટે છે. કવિએ કાર્પેન્ટર નથી બનવાનું.શબ્દો ગોઠવીને કવિતા નથી થતી. બાળપણથી કાને ઝીલ્યાં હોય એ લય અને ઢાળ, સહજપણે કવિનાં ગીત કે દુહામાં ઊતરે છે. ફ્ક્ત થિયરી વાંચી કવિતા નથી લખાતી પણ અગાઉના ઉત્તમ કવિઓને વાંચવાથી પણ સાચી કવિતા શું છે એનો કવિને અહેસાસ થાય છે ‘ એવું કવિ ( Gujarati Poet ) સંજય પંડ્યાએ વિદ્યાર્થીઓ તથા અન્ય ભાવકો સમક્ષ શ્રોફ કૉલેજમાં જણાવ્યું હતું. એમણે કાવ્યનાં વિવિધ સ્વરૂપો હાઈકુ, અછાંદસ કાવ્ય, દુહા, સોરઠા વગેરેથી પણ ભાવકોને અવગત કરાવ્યાં હતાં . એમણે જોડકણાં અને બાળકાવ્યોની પણ વાત કરી હતી. 

Join Our WhatsApp Community
Maharashtra State Gujarati Sahitya Akademi organized a camp on 'How to write poetry'

Maharashtra State Gujarati Sahitya Akademi organized a camp on ‘How to write poetry’

    કવયિત્રી જ્યોતિ હિરાણીએ ગીતના સ્વરૂપ વિશે વાત કરી કેટલાંક ઉદાહરણ પણ આપ્યાં હતાં. ગીત શરુથી અંત સુધી એક ભાવને ઘૂંટતું રહે છે એવું એમણે જણાવ્યું હતું. એમણે ગીતનાં વિવિધ ભાવમાં શૌર્ય ગીતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Maharashtra State Gujarati Sahitya Akademi organized a camp on ‘How to write poetry’

આ સમાચાર પણ વાંચો :  Anupriya Patel AMR: કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે એએમઆરના વધતા જતા જોખમને પહોંચી વળવા આ જરૂરિયાત પર મૂક્યો ભાર.

Maharashtra State Gujarati Sahitya Akademi organized a camp on ‘How to write poetry’

     વરિષ્ઠ ગઝલકાર ( Gujarati Ghazal ) પંકજ શાહે તક્તીની મદદ વડે ગઝલના ત્રણ મીટરની સમજ આપી શેરિયત હોય એવા શેર પઠન   કરીને અને તરન્નુમમાં ગાઈને સંભળાવ્યા હતા. એમણે ગઝલના રદીફ કાફિયાની પણ સમજ આપી હતી. 

Maharashtra State Gujarati Sahitya Akademi organized a camp on ‘How to write poetry’

    કાવ્યસર્જનની ( Gujarati Poem ) પૂર્વભૂમિકા બાંધતો આ કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો અને યુવાન વિદ્યાર્થીઓએ કાવ્ય લખીને મોકલવાની ખાતરી આપી હતી. શ્રોફ કૉલેજના પ્રોફેસર દીપ્તિ બૂચ તથા સાહિત્ય વિભાગના વિદ્યાર્થીઓએ આયોજનમાં સરસ સહકાર આપ્યો હતો.

Maharashtra State Gujarati Sahitya Akademi organized a camp on ‘How to write poetry’

Maharashtra State Gujarati Sahitya Akademi organized a camp on ‘How to write poetry’

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version