Site icon

Gujarati Sahitya Akademi : ડોંબીવલીમાં આજે ‘મરાઠી ગુજરાતી નાટ્ય આદાન પ્રદાન’ કાર્યક્રમનુ આયોજન, આ પ્રસિદ્ધ નાટકોનાં અંશ કરશે રજૂ..

Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે ડોંબીવલીમાં કાર્યક્રમ ' મરાઠી ગુજરાતી નાટ્ય આદાન પ્રદાન ' નાટ્ય અંશ પ્રસ્તુતિ

'Marathi Gujarati Natya Aadan Pradan' in Dombivli under initiative of Maharashtra State Gujarati Sahitya Akademi was presented as part of the play.

'Marathi Gujarati Natya Aadan Pradan' in Dombivli under initiative of Maharashtra State Gujarati Sahitya Akademi was presented as part of the play.

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya Akademi : સાહિત્યના આદાન પ્રદાનના કાર્યક્રમ પછી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી એક એવો કાર્યક્રમ કરી રહી છે જેમાં મરાઠી તેમ જ ગુજરાતી રંગભૂમિના કલાકારો તી મી ફૂલરાણી, સંતુ રંગીલી કે અભિનય સમ્રાટ જેવા ખૂબ પ્રસિદ્ધ નાટકોનાં અંશ રજૂ કરશે. આ રજૂઆતની વિશેષ બાબત એ છે કે આ નાટકો મરાઠી ભાષામાંથી ( Marathi theatre  ) ગુજરાતીમાં આવ્યાં છે અથવા ગુજરાતીમાંથી મરાઠી તખ્તા પર ગયાં છે. 

Join Our WhatsApp Community

      આ નાટ્યઅંશો ( Gujarati theatre ) રજૂ કરનાર કલાકારો છે સુજાતા મહેતા,  રમેશ ભિડે, સતીશ વ્યાસ, ડૉ. મોનિકા ઠક્કર, નિખિલા  ઇનામદાર , પ્રવીણ વ્યાસ અને ડૉ.મોનિકા ઠક્કર. સંચાલન દુર્ગારાજ જોશી અને ડૉ.મોનિકા ઠક્કરનું છે. આ કાર્યક્રમની પરિકલ્પના નિરંજન પંડ્યાની છે.

     ઓમકાર કલા મંડળ અને શ્રી કલા સંસ્કાર ન્યાસ , ડોંબીવલી આ કાર્યક્રમની સહયોગી સંસ્થા છે.

આ સમાચાર પણ વાંચો : Thane Borivali Tunnel: થાણેથી બોરીવલી મુસાફરી માત્ર 12 મિનિટમાં; નેશનલ પાર્કના જંગલોમાંથી પસાર થશે ભારતનો સૌથી લાંબો સબવે.. ‘આ’ વર્ષ સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક

        તારીખ  29 સપ્ટેમ્બર રવિવારે સાંજે 5 વાગે આ  કાર્યક્રમ તિલકનગર વિદ્યામંદિર, તિલકનગર સ્કૂલ રોડ,   ડોમ્બિવલી (પૂર્વ)ના સરનામે છે. ભાવકો સમયસર પહોંચી જશો .આ નિ: શુલ્ક જાહેર કાર્યક્રમ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
Exit mobile version