Zarukho : ‘આપણું અદભુત બ્રહ્માંડ ‘ એ વિષય પર બોરીવલીના સાઈબાબા મંદિરના ‘ઝરૂખો’ કાર્યક્રમમાં જાણીતા વિજ્ઞાની ડૉ.જે જે રાવલે વક્તવ્ય આપ્યું હતું.

Zarukho: બ્રહ્માંડને જોઈએ ત્યારે આપણે એનો ભૂતકાળ જોતા હોઈએ છીએ -ડૉ.જે જે રાવલ

 News Continuous Bureau | Mumbai  

Zarukho: બ્રહ્માંડ શબ્દ બ્રહ્મ ઉપરથી આવ્યો છે .બ્રહ્માંડ તરફ નજર નાખીએ છીએ ત્યારે આપણને એનો ભૂતકાળ જોવા મળે છે કારણ નજીકનો તારો જો ચાર પ્રકાશવર્ષ દૂર હોય તો ત્યાંથી પ્રકાશને અહીં આવતા ચાર વર્ષ લાગે છે એટલે એ તારો ચાર વર્ષ પહેલાં શું હતો , કેવો હતો એ તમે જુઓ છો એવું ડૉ. જે જે રાવલે જણાવ્યું હતું. બ્રહ્માંડની સરખામણીમાં તમે જ્યારે આ વસ્તુ નાની કે મોટી એમ કહો છો એ એક ભ્રમ છે. કપડું માપીએ ત્યારે એક મીલીમીટર ઓછું વધતું થાય તો કંઈ ફરક પડતો નથી પણ તમે ન્યુક્લિયસ માટે જો એક મિલીમીટરનો ફરક ગણો તો એ એક અબજ ગણો વધી જાય છે.

Join Our WhatsApp Community
Renowned scientist Dr. J.J. Rawal spoke on the topic aapnu adbhut brahmand in the Zarukho program of Saibaba Temple, Borivali.

Renowned scientist Dr. J.J. Rawal spoke on the topic aapnu adbhut brahmand in the Zarukho program of Saibaba Temple, Borivali.

          સમયને આપણે સમજ્યાં નથી . ગીતામાં ( Bhagavad Gita ) કૃષ્ણ કહે છે કે હું કાળ છું. કાળ બ્રહ્માંડને સર્જે છે , પરિમાણ બ્રહ્માંડને સર્જે છે. બ્રહ્માંડને આપણા ભારતીય ઋષિઓ બહુ સારી રીતે સમજ્યા હતા .સૂર્ય પરના લાંછનની વાત પણ વેદોમાં છે.બ્રહ્માંડમાં ( Brahmand ) સો બિલિયન ગેલેક્સી છે. પાંચસોથી હજાર અબજ તારા છે અને આ તારાઓ એટલા બધા દૂર છે કે આપણને જાણ થતી નથી કે ત્યાં જીવન છે કે નહિ.

Renowned scientist Dr. J.J. Rawal spoke on the topic aapnu adbhut brahmand in the Zarukho program of Saibaba Temple, Borivali.

      આ બ્રહ્માંડમાં ( Universe )  ૫૦૦ અબજ સૂર્ય છે અને બે તારા વચ્ચે ૪૫ અબજ કિલોમીટર સુધીનું અંતર છે . હજી આપણે આપણી ગેલેક્સીની ( galaxy )  પણ બહાર નીકળી નથી શક્યા .સૂર્યની જ્વાળા દસ લાખ કિલોમીટરની લંબાઈની હોય છે .વિવિધ દેશો જે યાન મોકલે છે એ ઘણા વર્ષો સુધી ડેટા ભેગો કરે છે અને ઘણો સમય એના પરના  અભ્યાસ પછી એનું પેપર બહાર પાડવામાં આવે છે .

Renowned scientist Dr. J.J. Rawal spoke on the topic aapnu adbhut brahmand in the Zarukho program of Saibaba Temple, Borivali.

    ‌‌આપણે ધર્મ અને સંપ્રદાયમાં વહેંચાઈ ગયા છીએ પરંતુ મૂળ તો મંદિરો, મસ્જિદ, ગુરુદ્વારાને બદલે આપણે વિજ્ઞાનને સાચવવાનું છે . આપણે નવી પેઢીને માતૃભાષા અને સંસ્કૃત પણ શીખવવું જોઈએ એવું રાવલસાહેબે ( Dr. JJ Rawal ) કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Postage Stamp: ડૉ. મનસુખ માંડવિયા અને શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ XXXIIII ઓલિમ્પિક્સ પેરિસ 2024 માટે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

 આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા એ કર્યું હતું . રાજકોટ, ભૂજ અને લૂણાવડા પાસે મેઘજીના મૂવાડા પાસે ઓબ્ઝર્વેટરી સ્થાપવા માટે રાવલસાહેબની પ્રતિબદ્ધતાની એમણે પ્રશંસા કરી હતી.

Renowned scientist Dr. J.J. Rawal spoke on the topic aapnu adbhut brahmand in the Zarukho program of Saibaba Temple, Borivali.

     ડૉ.જે જે રાવલ સાથે શ્રોતાઓએ પ્રશ્નોત્તરી કરીને  પોતાની જીજ્ઞાસા સંતોષી હતી. વેદ ઉપનિષદમાં બ્રહ્માંડના સંદર્ભ સમજાવતું ડૉ.જે જે રાવલનું એક દળદાર પુસ્તક પ્રકાશિત થવામાં છે.

Renowned scientist Dr. J.J. Rawal spoke on the topic aapnu adbhut brahmand in the Zarukho program of Saibaba Temple, Borivali.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
Exit mobile version