Site icon

સુરતમાં અંગ્રેજી માધ્યમના સંચાલકોએ શરૂ કરી ગુજરાતી શાળા; વાલીઓ તરફથી પણ મળ્યો ઉત્તમ પ્રતિસાદ, જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 મે 2021 

Join Our WhatsApp Community

આજના સમયમાં જ્યાં ગુજરાતી માધ્યમની શાળાઓ અંગ્રેજી માધ્યમમાં પરિવર્તિત થઈ રહી છે ત્યારે એક અપવાદાસ્પદ કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. સુરતના અડાલજા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમના સંચાલકોએ હવે માતૃભાષા ગુજરાતીની અત્યાધુનિક શાળા શરૂ કરી છે.

અમે વાત કરી રહ્યા છીએ સેવન સ્ટેપ ગુજરાતી માધ્યમની શાળાની કે જ્યાં એક સાથે નર્સરી (આંગણ વાડી)થી ધોરણ ૧૨ સુધીના વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. આ શાળામાં વિદ્યાર્થીઓનાં પ્રવેશની પ્રક્રિયા ચાલુ છે અને વાલીઓ તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. શાળામાં અટલ ટીંકરીંગ લેબ, વિદ્યાર્થીઓ અંગ્રેજી સરળતાથી બોલી શકે તે માટે સ્પોકન ઈંગ્લીશના વર્ગો, સ્માર્ટ બોર્ડથી સજ્જ એવા આધુનિક વર્ગો જેવી સુવિધાઓ છે.

નવી મુંબઈમાં પાટા ઉપર દોડી મેટ્રો ટ્રેન, જુઓ વિડિયો

સનરાઈઝ ગૃપ ઓફ સ્કૂલે અંગ્રેજી માધ્યમની આંધળી દોટને પડકાર આપવા માટે ૨૦૦૬માં સુરતમાં મરાઠી માધ્યમની શાળા શરૂ કરી હતી અને આજે તે શાળામાં ૧૨૦૦થી પણ વધુ બાળકો અભ્યાસ કરે છે અને દર વર્ષે શાળાનું પરિણામ ૧૦૦% આવે છે. હવે આમાંથી પ્રેરણા લઈ તેઓ આવતા શૈક્ષણિક વર્ષથી ગુજરાતી માધ્યમની શાળાની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

આ સંદર્ભે વાત કરતા સનરાઈઝ ગૃપ ઓફ સ્કૂલના સંચાલક સંજયભાઈએ ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે “હું ચોક્કસપણે એવું માનું છું કે બાળકોનું ઘડતર અને શિક્ષણ જો પોતાની માતૃભાષામાં થાય તો બાળકનું જે તે ધોરણમાં તેમ જ પ્રવૃતિમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મળવાની શક્યતાઓ વધી જાય છે.” સંજયભાઈના મતે હાલના સમયમાં લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે અંગ્રેજી માધ્યમમાં જ શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે ભણાવાય છે અને આ માધ્યમમાં જ બાળકો પ્રગતિશીલ બને છે, પરંતુ આ સદંતર રીતે ખોટી માન્યતા છે.

આસારામ બાપુ ની તબિયત વધુ લથડી, એઈમ્સ માં શિફ્ટ કરાયા.

ઉલ્લેખનીય છે કે શાળાના સંચાલકોએ ‘ગુજરાતી માધ્યમમાં શીખવશું અંગ્રેજી ઉત્તમ અને થશે અમારા વિદ્યાર્થીઓ સર્વોત્તમ’ના નારા સાથે આ શાળા શરૂ કરી છે. આજના સમયમાં જ્યાં સંચાલકો વધુ પૈસા કમાવવા ગુજરાતી શાળા બંધ કરી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી રહ્યા છે, તેવામાં સુરતના સનરાઈઝ ગૃપ ઓફ સ્કૂલનાં સંચાલકોની આ પહેલ સરાહનીય છે.

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version