News Continuous Bureau | Mumbai

Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ

Jharukho : નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે.

Jharukho Interesting public program about 'Shravan no Path' and 'Nadishta' at 'Jharukho' in Borivali tomorrow, Saturda (2)

News Continuous Bureau | Mumbai

 Jharukho : રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, ‘ અનંતતા તરફની આપણી ગતિને ધનસંપત્તિ નહિ પણ સ્વતંત્રતા અને આનંદ જોઈએ છે.’ લાઓ ત્ઝુએ કહ્યું છે, ‘ પ્રકૃતિ કદી ઉતાવળ નથી કરતી અને છતાં ય બધું પૂર્ણ હોય છે ‘ 

Join Our WhatsApp Channel

      પ્રકૃતિ આપણને આપણી જાતનો પરિચય કરાવે છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ એટલે નદી, તળાવ, વૃક્ષો , પર્વતનું સાન્નિધ્ય માનવીને શાતા આપે છે.

Jharukho Interesting public program about 'Shravan no Path' and 'Nadishta' at 'Jharukho' in Borivali tomorrow, Saturda

     શનિવાર ૭ જૂન એ સાંજે ૭.૨૦ વાગ્યે ઝરૂખોની સાહિત્યિક સાંજ , પ્રકૃતિ સાથે જેનો નાળસંબંધ છે એવાં બે પુસ્તકો, ‘શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ સાથે ભાવકોને પરિચય કરાવશે.

      ડૉ. હિતેશ પંડ્યાનાં મૂળિયાં સાબરકાંઠાની ધરતી અને લોકજીવન સાથે જોડાયેલાં છે. ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બેયનો પડઘો એમના નિબંધોમાં પડે છે. એમના નિબંધસંગ્રહ ‘ શ્રાવણનો પાઠ ‘( રંગદ્વાર પ્રકાશન)ના નિબંધો અને એની સર્જનપ્રક્રિયા વિશે તેઓ વાત કરશે.

     બીજું પુસ્તક છે ‘ નદીષ્ટ ‘ . મરાઠી ભાષાના જાણીતા લેખક મનોજ બોરગાંવકરની નવલકથાનો ડૉ. ઉર્વશી પંડ્યાએ ઉમદા અનુવાદ કર્યો છે. નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે  જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે. નદી ફક્ત કથાનાયકમાં જ નહિ પણ ભાવકમાં પણ વહેતી હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તક વિશે ડૉ. ઉર્વશી પંડ્યા વાત કરશે( ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન)

 

આ સમાચાર પણ વાંચો :  Trump Musk News : ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો Feud (ફ્યુડ) થયો વધુ ઘાતક, ધમકીઓ અને અપમાનજનક ટિપ્પણીઓથી રાજકીય તોફાન

      યુવાન વાર્તાકાર બાદલ પંચાલ આ પુસ્તકોના ગદ્યખંડનું વાચિકમ કરશે. સંજય પંડ્યાના સંચાલનમાં આ જાહેર કાર્યક્રમ છે અને ભાવકો આ અદભૂત સાંજને માણવા સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર , બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
PoetryEvent : ગુરુવારે સાંજે ‘ઝરૂખો ‘ના ઉપક્રમે બોરીવલી સાઈબાબા નગરમાં ભવ્ય મુશાયરો..
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Exit mobile version