Site icon News Continuous Bureau | Mumbai

કાંદીવલી ના ગુજરાતી બાળક નો અનોખો વિક્રમ. નોંધાયું વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇંડિયા માં નામ. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૧.
ગુરૂવાર.
     મુંબઇના કાંદિવલી વિસ્તારમાં રહેતા એક ત્રણ વર્ષના બાળકે અનોખો વિક્રમ સર્જ્યો છે.


    અવ્યાન સુદીપ શાહે બાસ્કેટ બોલ ને ત્રણ મિનિટમાં 349 વાર જમીન પર અફળાવવા  (dribbling) નો  અનોખો વિક્રમ સ્થાપ્યો છે.અવ્યાન એ મલાડની રામનિવાસ બજાજ ઇંગલિશ હાઇસ્કુલ માં નર્સરીમાં ભણે છે.23 ફેબ્રુઆરી ૨૦૨૧ ના દિવસે અવ્યાન એના ઘરમાં બાસ્કેટબોલ થી રમતો હતો, અને રમતા રમતા અચાનક જ તેણે આ રેકોર્ડ સ્થાપ્યો હતો.અવ્યાન ના મમ્મી ડોક્ટર ભાવિશા શાહના જણાવ્યા અનુસાર ,'અવ્યાન ને નાનપણથી જ સ્પોટ્સ માં ખૂબ જ રસ છે. તેમના પરિવારના મિત્રોના બાળકોને બોલ થી રમતા તે કલાકો સુધી જોતો રહેતો. જોકે આ વિક્રમ સ્થાપવાનો કોઇ ઇરાદો ન હતો બસ અનાયાસે જ રમતમાં થઈ ગયો છે.'અવ્યાન ના મમ્મીએ તેનું રેકોર્ડિંગ કરીને મુંબઇ ખાતેની વર્લ્ડ રેકોર્ડ ઓફિસમાં મોકલ્યું હતું.
   વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સીનિયર એજ્યુકેટર સંજય નારવેકરે એ વીડિયોમાં થયેલા કાઉન્ટિંગ ને રિચેક કરી ને અવ્યાન ને ટ્રોફી અને મેડલ આપવાનું નક્કી કર્યું. સંજય નારવેકર જણાવે છે કે વિશ્વમાં આ રેકોર્ડ ફર્સ્ટ ટાઈમ થયો છે.આની પહેલા કોઈ પણ વ્યક્તિના નામે આ રેકોર્ડ નોંધાયો નથી.

Join Our WhatsApp Channel
Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Exit mobile version