Mahuva taluka: મહુવા તાલુકાના અંધાત્રી ગામની દિકરી ક્રિષ્નાબેન ચૌધરી રંગોળી સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ઝળકી

Mahuva taluka: આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને પ્રદર્શિત કરતી રંગોળી તૈયાર કરીને દીકરી ક્રિષ્નાએ આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું

News Continuous Bureau | Mumbai 

Mahuva taluka: સરદાર પટેલ યુનિવર્સિટી ( Sardar Patel University ) , વલ્લભ વિદ્યાનગર અને રાજ્ય એન.એસ.એસ.એલ. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના ( Gandhinagar ) સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની ( State level ) રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ( National Service Scheme Day ) ઉજવણી તા. ૨૨ થી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન કરવામાં આવી હતી. આ ઉજવણીને અનુલક્ષીને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community
Krishnaben Chowdhury, daughter of Andhatri village of Mahuva taluka, shined at state level in Rangoli competition.

Krishnaben Chowdhury, daughter of Andhatri village of Mahuva taluka, shined at state level in Rangoli competition.

આ કાર્યક્રમમાં જુદી-જુદી ૮ સ્પર્ધાઓમાં એન.એસ.એસ. સંલગ્ન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જુદી-જુદી કોલેજના કુલ ૩૧ સ્વયંસેવકો/સેવિકાઓએ ભાગ લીધો હતો. જેમાંથી રંગોળી સ્પર્ધામાં ( Rangoli competition ) મહુવા તાલુકાના સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલની દ્વિતીય વર્ષ બી.એ. ની વિદ્યાર્થીની કુ. ક્રિષ્ના જગદીશભાઈ ચૌધરીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. મહુવા તાલુકાની દીકરી ક્રિષ્નાએ આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને પ્રદર્શિત કરતી રંગોળી તૈયાર કરી હતી.

Krishnaben Chowdhury, daughter of Andhatri village of Mahuva taluka, shined at state level in Rangoli competition.

 આ સમાચાર પણ વાંચો : Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો

રાજ્યકક્ષાએ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરીને મહુવા તાલુકાના અંધાત્રી ગામની દીકરી ક્રિષ્નાએ ( Krishnaben Chowdhury ) આદિજાતિ સમાજનું નામ રોશન કર્યુ છે. ક્રિષ્નાની આ ઉપલબ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. પ્રકાશચંદ્રએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Krishnaben Chowdhury, daughter of Andhatri village of Mahuva taluka, shined at state level in Rangoli competition.

PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Exit mobile version