Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra State Gujarati Sahitya Akademi : આજનું પત્રકારત્વ : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ગુજરાતી ભાષાભવનના સહયોગમાં પત્રકાર તથા તંત્રી સાથે સંવાદનો કાર્યક્રમ

Maharashtra State Gujarati Sahitya Akademi : આજના કાર્યક્ષેત્રની, વાચકની અપેક્ષાઓની તથા ભવિષ્યના પડકારોની વાત ભાવકો સામે મૂકવાનું આયોજન કર્યું છે. 'ચિત્રલેખા 'ના તંત્રી હીરેન મહેતા, ડિજિટલ મેગેઝિન ' મુંબૈયા ગુજરાતી " ના સ્થાપક તથા તંત્રી રાજેશ થાવાણી અને ન્યૂઝ કન્ટિન્યુઝ.કોમના સંપાદક ડૉ.મયુર પરીખ સાથે જ્હાનવી પાલ અને પ્રતિમા પંડ્યા સંવાદ કરશે. હાજર શ્રોતાઓ પણ પેનલના સભ્યોને પ્રશ્ન પૂછી શકશે.

Maharashtra State Gujarati Sahitya Akademi : Dialogue program with journalist and editor by Maharashtra State Gujarati Sahitya Akademi

Maharashtra State Gujarati Sahitya Akademi : Dialogue program with journalist and editor by Maharashtra State Gujarati Sahitya Akademi

News Continuous Bureau | Mumbai

Maharashtra State Gujarati Sahitya Akademi : રોજ અખબાર ( News Paper ) હાથમાં આવે કે અઠવાડિયે સાપ્તાહિકની કૉપી એક બેઠકે પૂરી વાંચી જઈએ એ આપણા માટે સહજ હતું. છેલ્લા બે ત્રણ વર્ષથી થોડો બદલાવ આવ્યો! હવે હથેળીમાં સેલફોન ( cell Phone ) ગોઠવાઈને અખબારની બધી માહિતી આપણા સુધી પહોંચવા માંડી અને એનાથી પણ આપણે ટેવાવા માંડ્યા! આ સહજતા છતાં ન્યૂસ ( news )  અને વ્યૂઝના ભંડાર તમારી સામે ખુલ્લા કરનાર પત્રકાર ( Journalist ) કે તંત્રીને સામાન્ય ભાવક સરળતાથી નથી મળી શકતો.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ” આજનું પત્રકારત્વ” આ નામ હેઠળ એક સંવાદ ગોષ્ઠિ યોજીને મુંબઈ ( Mumbai ) ના પત્રકાર જગતના ત્રણ અવ્વલ પત્રકારોના સંઘર્ષની, આજના કાર્યક્ષેત્રની, વાચકની અપેક્ષાઓની તથા ભવિષ્યના પડકારોની વાત ભાવકો સામે મૂકવાનું આયોજન કર્યું છે. ‘ચિત્રલેખા ‘ના તંત્રી હીરેન મહેતા, ડિજિટલ મેગેઝિન ‘ મુંબૈયા ગુજરાતી ” ના સ્થાપક તથા તંત્રી રાજેશ થાવાણી અને ન્યૂઝ કન્ટિન્યુઝ.કોમના સંપાદક ડૉ.મયુર પરીખ સાથે જ્હાનવી પાલ અને પ્રતિમા પંડ્યા સંવાદ કરશે. હાજર શ્રોતાઓ પણ પેનલના સભ્યોને પ્રશ્ન પૂછી શકશે.

આ સમાચાર પણ વાંચો : IND vs SA 2nd Test : શું તમે ભારતનો નાટ્યાત્મક ધબળકો જોયો. જેમાં 0 રને 6 વિકેટ પડી. જુઓ તમામ વિકેટ અહીં…

આ કાર્યક્રમ ૭ જાન્યુઆરી રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે ( સમયસર ) કેઈએસ ગુજરાતી ભાષાભવન , બીજે માળે, જયંતીલાલ પટેલ લૉ કૉલેજ, કાંદીવલી રિક્રીએશન ક્લબની બાજુમાં, કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાશે. આ જાહેર કાર્યક્રમ છે અને બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.

Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Exit mobile version