News Continuous Bureau | Mumbai
Mumbai Gujarati Sangthan : આજનાં સમયમાં કહેવાતી હાઈ ફાઈ શાળાને પણ ટકકર મારે એવી અતિ આધુનિક ટેકનોલોજી સાથે અને નવી પેઢીને સંસ્કાર સંસ્કૃતીની ધરોહર આપતો આ વાર્ષિક મહોત્સવ નાશિકની પંચવટી એજ્યુકેશન સોસયટીની ગુજરાતી માધ્યમની શાળાઓ દ્વારા ઉજવવામાં આવ્યો.

આ મહોત્સવની સુંદર શરૂઆત ગણેશ વંદના અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી. સંબંધ જ્ઞાન આપતું ભાઈ-બેન પરનાં અભિનય ગીતે બધાંને ખુશ કરી દીધા. સાંસ્કૃતિક ટીટોડો નૃત્ય, ટીપણી નૃત્ય, ડાકલા, ગરબા તેમજ ખલાસી નૃત્ય જેવી મનોરંજક કૃતિઓની રજૂઆત કરવામાં આવી.
આજનાં સમયમાં માતૃભાષાની શાળાઓ પણ પાછળ નથી અને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે આજનાં સમય સાથે કદમ તાલ મેળવી શકે છે તે દર્શાવતો ગુજરાતની વિવિધ ભાતીગળ વેશભૂષા ફેશન શો એ સૌને અચંબિત કરી દીધાં.
શિક્ષકો અને વાલીઓ દ્વારા રજૂ કરાયેલી કૃતીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધાં.
આ સમારોહના મુખ્ય અતિથિ નાશિકના પ્રખ્યાત બિલ્ડર કૌશિકભાઈ કોઠીયા હતાં. એમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તન મન ધનથી આ સમારોહમાં જોડાયા હતા અને નૃત્યની તાલીમ પણ એમના દ્વારા જ આપવામાં આવી હતી.
સમારંભનું સમાપન ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, વાલીગણ અને પધારે
લ અતિથિ એ ગરબા રમી તેમજ રાષ્ટ્ર ગીત ગાઈને કર્યું.
બધાં આ સમારોહની મનોરંજક યાદો લઈ, ખુશખુશાલ થઈ છૂટા પડ્યાં.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.