News Continuous Bureau | Mumbai

Agriculture: ફૂલોની ખેતી કેવી રીતે કરીએ તો વધુ પાક મળે? નેધરલેન્ડના નિષ્ણાતે સુરતના ખેડૂતોની લીધી મુલાકાત, આપ્યું માર્ગદર્શન… જુઓ તસવીરો

Agriculture:નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત જોશ વાન મેગ્લેનએ ઓલપાડના ઝરબેરા અને ઓર્કિડની ખેતી કરતા ખેડુતોની મુલાકાત લિધી ફુલ પાકોની ખેતી કરતા ખેડુતો અને વેપારીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું

News Continuous Bureau | Mumbai

Agriculture: કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલેપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) યોજના હેઠળ ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડ (Netherland) ના ફુલપાક વિષયના નિષ્ણાત મીસ્ટર જોશ વાન મેગ્લેન (Josh van Maglen) એ ગ્રીનહાઉસમાં મૂલ્યવાન ઓર્કિડ, ઝરબેરા, જીપસોફિલા જેવા પાકોની ખેતી કરતા અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિ (Yashwant Prajapati) તેમજ ઓલપાડ તાલુકાના રાજનગરના શૈલેષભાઇ સેલરના ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી. અન્ય ખેંતી સાથે જોડાયેલા ખેડૂતો (Farmers) અને સુરત માર્કેટ (Surat Market) માં ફૂલોનો જથ્થાબંધ વેપાર કરતા વેપારી મિત્રોએ ફૂલોની ખેતીમાં લેવાની થતી કાળજીઓ વેચાણ વ્યવસ્થા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Join Our WhatsApp Channel
Netherland Agriculture Expert Josh van Maglen visits Surat

Netherland Agriculture Expert Josh van Maglen visits Surat

Netherland Agriculture Expert Josh van Maglen visits Surat

Netherland Agriculture Expert Josh van Maglen visits Surat

Netherland Agriculture Expert Josh van Maglen visits Surat

Netherland Agriculture Expert Josh van Maglen visits Surat

Netherland Agriculture Expert Josh van Maglen visits Surat

જિલ્લાના ખેડૂતો (Farmers) ને ફૂલોની ખેતી માટે આવશ્યક માર્ગદર્શન આપતા ફુલપાક વિષયના નિષ્ણાત મિસ્ટર જોશ વાન મેગ્લેન (Josh van Maglen) ફૂલોની ખેતી માટે જરૂરી પાયાના પરિબળો વિશે જરૂરી જાણકારી આપી હતી. ફૂલોની ખેતી માટે જરૂરી પાણીની શુદ્ધતા, પ્રોટેક્ટેડ એન્ડ સોઇલલેસ કલ્ચર, શેડીંગ, રંગબેરંગી અને વેરાઈટી ફૂલોનો પ્રયોગ, માર્કેટ આધારિત ફૂલોનું વાવેતર, ક્લાઈમેટ ચેન્જ, કટ ફ્લાવર વાવેતર અને નવી ટેકનોલોજીની મદદથી ફૂલોની ખેતીમાં સતત નિરીક્ષણ જેવા અતિ મહત્વના મુદ્દાઓ વિશે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તથા ફુલોની ખેતીમાં ખેડુતોને પડતી મુશ્કેલીઓ અંગે પણ જાણકારી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.આ મુલાકાત વેળાએ સુરત વિભાગના સંયુક્ત બાગાયત નિયામકશ્રી એસ.એમ.ચાવડા, નાયબ બાગાયત નિયામકશ્રી દિનેશ પડાલીયા, ભરૂચના નાયબ બાગાયત નિયામકશ્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો:  Shahrukh khan : અકસ્માતના અહેવાલો વચ્ચે મુંબઈ પાછો ફર્યો શાહરૂખ ખાન, પોતાના ફેવરેટ સ્ટાર ને સ્વસ્થ જોઈને ચાહકોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ વિડિયો

Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Exit mobile version