Site icon

Nilesh Rajgor Patan: મળો પ્રકૃતિપ્રેમી નિલેશ રાજગોરને, જેમણે વાવ્યા છે આઠ લાખ વૃક્ષો; તેમના પ્રયાસોથી પાટણ જિલ્લો હરિયાળો બન્યો..

Nilesh Rajgor Patan: ગુજરાતના પાટણ જિલ્લાના કુંગેર ગામના 48 વર્ષીય નિલેશ રાજગોર એક સમર્પિત પર્યાવરણ યોદ્ધા છે જેમણે આ વિસ્તારમાં લગભગ આઠ લાખ વૃક્ષો વાવ્યા છે.

Nilesh Rajgor Patan Nilesh Rajgor's Green Revolution in Gujarat's Patan inspiring next generation

Nilesh Rajgor Patan Nilesh Rajgor's Green Revolution in Gujarat's Patan inspiring next generation

 News Continuous Bureau | Mumbai

Nilesh Rajgor Patan: આજે આપણે જાણીશું પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ એક યોદ્ધા વિશે. જેમનું નામ છે શ્રી નિલેશ રાજગોર… સૃષ્ટિ સંરક્ષણ જ જેમના જીવનનું ધ્યેય છે તેવા નિલેશભાઈએ 2015થી વૃક્ષ વાવેતરની લોક ઝુંબેશ શરૂ કરી છે. આઠ લાખથી વધુ વૃક્ષો વાવી ચૂકેલા નિલેશભાઈ એ “વ્યક્તિ-શક્તિ”નું જીવતું જાગતું ઉદાહરણ છે.   

Join Our WhatsApp Community

Nilesh Rajgor Patan:  આઠ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું

 ગ્રીન કમાન્ડો નિલેશ રાજગોર, પાટણ જિલ્લાના કુણઘેર ગામના રહેવાસી છે. પર્યાવરણ સંરક્ષણની લડતના આ પ્રતિબદ્ધ સૈનિકે અત્યાર સુધીમાં તેમના વિસ્તારમાં આઠ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. 2015થી આ ઝુંબેશ શરૂ નિલેશભાઈ આજે અનેક લોકોનો તે પ્રેરણા-સ્ત્રોત બન્યા છે. નિલેશભાઈના આ પ્રયાસોના પગલે ગ્રીન ફૂટપ્રિન્ટ માં વૃદ્ધિ થઈ છે તેમ જ ટકાઉ વિકાસને વેગ મળ્યો છે. નિલેશભાઈની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમનો – પર્યાવરણ- પ્રેમ     

Nilesh Rajgor Patan:   3 લાખથી વધુ લોકોને વૃક્ષ-ઉછેર માટેની શપથ લેવડાવી

નિલેશભાઈની આ ઝુંબેશનું મહત્વનું પાસું છે જનભાગીદારી. તેમણે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને વૃક્ષ-ઉછેર માટેની શપથ લેવડાવી છે.પર્યાવરણ સંરક્ષણના આ ઉત્કૃષ્ટ પ્રદાન નિલેશભાઈ અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. વર્ષ 2021-22માં તેમને ક્લાયમેટ ચેન્જ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. 

Nilesh Rajgor Patan: ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઉભી કરવી 

ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઉભી કરવી એ નિલેશભાઈનો ધ્યેય-મંત્ર છે. આ ધ્યેય–મંત્રને સિદ્ધ કરવા માટે તે શાળા કોલેજોમાં સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. નિલેશભાઈ પર્યાવરણ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે. 

આ સમાચાર પણ વાંચો  : CM Bhupendra Patel: વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

નિલેશ રાજગોર ની આ પહેલ દ્વારા પાટણ જિલ્લો હરિયાળો બન્યો છે, જેણે આબોહવા પરિવર્તન સામે લડવામાં વૈશ્વિક સ્તરે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version