ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
ફૂટવેર કંપની બાટા ઇન્ડિયાએ શુક્રવારે જાહેરાત કરી છે કે તેમના નવા મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ ગુંજન શાહ હશે. સંદીપ કટારિયાના સ્થાને હવે ગુંજન શાહના હાથમાં બાટાનો ઉદ્યોગ હશે.
ગુંજન શાહને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ અને એફએમસીજી જેવા ક્ષેત્રમાં કામ કરવાનો વ્યાપક અનુભવ છે. તેઓ ભૂતકાળમાં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય વાણિજ્ય અધિકારી પણ રહી ચૂક્યા છે. વર્ષ-૨૦૦૭ પહેલા તેઓ એશિયન પેઇન્ટ અને મોટોરોલા જેવી બ્રાન્ડ સાથે કામ કરી ચૂક્યા છે.
છ વખત સાંસદ બનેલા કૉન્ગ્રેસના નેતાનું સો વર્ષની ઉંમરે નિધન
ઉલ્લેખનીય છે કે બાટા માટે ભારત બહુ મોટું બજાર છે. કંપનીની શરૂઆતથી માંડીને અત્યાર સુધી સંદીપ કટારિયા સુધી બહુ ઓછા ભારતીયોએ આ કંપનીની કમાન સંભાળી છે.
