Sakhi Mandal : આઠમું ભણેલી મહિલાએ શરૂ કર્યું સખી મંડળ, ૫૦ મહિલાઓને રોજગારી આપી પગભર કરી..

Sakhi Mandal : મિશન મંગલમ યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત લઘુ ઉદ્યોગમાં વિવિધ આઇટમો બનાવી આર્થિક સદ્ધર બન્યા વનિતાબેન સોસા મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે આશીર્વાદરૂપ ‘રાખી મેળો’-૨૦૨૩’

Sakhi Mandal : આઠમું ભણેલી મહિલાએ શરૂ કર્યું સખી મંડળ, ૫૦ મહિલાઓને રોજગારી આપી પગભર કરી..

News Continuous Bureau | Mumbai

Sakhi Mandal : માત્ર 8 ધોરણ સુધી ભણેલા સુરતના વનિતાબેન સોસાએ આગવી સુઝબુઝથી સખી મંડળની સ્થાપના કરી લઘુ ઉદ્યોગ શરૂ કર્યો અને વિવિધ હેન્ડમેડ ચીજવસ્તુઓના વ્યવસાયમાં કુશળતા મેળવવા સાથે ૫૦ મહિલાઓને રોજગારી આપી પગભર કરી છે.

Join Our WhatsApp Community

Eighth graded woman started Sakhi Mandal and provided employment to 50 women

કલા કારીગરીથી આત્મનિર્ભર બન્યા

સુરતના સિંગણપોર મલ્ટીપર્પઝ હોલની બહાર, જય શિવમ સોસાયટીની સામે મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સુરત મનપા આયોજિત ‘રાખી મેળા’-૨૦૨૩’માં પોતાના મંડળ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું વેચાણ કરતાં વનિતાબેન સોસા પોતાની કલા કારીગરીથી આત્મનિર્ભર બન્યા છે, અને અન્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં નિમિત્ત બન્યા છે.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan 3 Landing: ચંદ્રયાન 3 ના સફળતા પર શિરડી સંસ્થાના ચીફનો ધડાકો.. આ ગુપ્ત વિસ્ફોટક કથન દ્વારા કર્યો ખુલાસો…. જાણો શું છે આ સમગ્ર મામલો..

સાત વર્ષ પહેલા શરૂ કર્યું સખી મંડળ

વનિતાબેન જિગીશભાઇ સોસાએ જણાવ્યું હતું કે, મહિલાઓ પોતે પગભર બને એના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી છે. જેના થકી મારા જેવી અનેક મહિલાઓએ લઘુ ઉદ્યોગ સ્થાપીને સ્વરોજગારીની તકો મેળવી શકી છે. મેં આજથી સાત વર્ષ પહેલા આજુબાજુના ઘરની ૧૦ મહિલાઓએ સાથે મળી પિયુ સખી મંડળની સ્થાપના કરી હતી. જેમાં રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના થકી લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે તાલીમ અપાઈ હતી. તાલીમ પુર્ણ કર્યા બાદ મિશન મંગલમ યોજનામાં રૂ.૨૫,૦૦૦ અને દિનદયાળ યોજના થકી રૂ.૧૦,૦૦૦ની લોનસહાય મળી હતી. આ મુડીનો ઉપયોગ કરી રો-મટીરિયલની ખરીદી કરી હેન્ડમેડ વસ્તુઓ જેવી કે, સ્ટાઇલિશ રાખડીઓ, બ્રેસલેટ, મોતીઓ, મેટલ, કંગન, નવરાત્રિની સામગ્રી, માસ્ક, કાપડની થેલી, પેપરબેગ બનાવી બજારમાં વેચાણ કરવાનું શરૂ કર્યું છે.

 એક્ઝિબિશનમાં ભાગ લઈને આર્થિક પગભર બન્યા

હાલ અમારી સાથે ૫૦થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જેઓ દર મહિને ઘર બેઠા ગૃહ ઉદ્યોગ થકી રૂ.૩,૦૦૦ની કમાણી કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં ઉદ્યોગને આગળ વધારી વધુમાં વધુ મધ્યમવર્ગીય મહિલાઓને જોડવાનો સંકલ્પ છે. જેથી અમે વર્ષ દરમિયાન વિવિધ સ્થળે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને આર્થિક પગભર બન્યા છીએ. ઉત્પાદન અને વેચાણમાં વધારો થયો છે અને અમારા જુસ્સાને વેગ મળતા કાર્યક્ષમતામાં પણ વૃદ્ધિ થઇ છે તેમ એમણે ઉમેર્યું હતું.

Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
Organ Donation : “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન
Exit mobile version