News Continuous Bureau | Mumbai
ન્યુઝ ટેલિવિઝન ક્ષેત્રમાં બે દાયકાથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવનાર મુંબઈ સ્થિત વરિષ્ઠ ટેલિવિઝન પત્રકાર મયુર પરીખ ને મુંબઈ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ ની પદવી પ્રદાન કરવામાં આવી છે. તાજેતરમાં મુંબઈ વિદ્યાપીઠ દ્વારા ‘નેક’ ના ચેરમેન ડોક્ટર અનિલ સહસ્ત્રબુદ્ધેની અધ્યક્ષતા હેઠળ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મયુર પરીખને ડોક્ટરની પદવી આપવામાં આવી. મુંબઈ યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ થી તેમણે પોતાનું શોધપત્ર રજૂ કર્યું હતું.

હાલમાં ભારત સરકાર દ્વારા તમામ ટેલિવિઝન ચેનલને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાના સમાચારના કાર્યક્રમોને એક્સેસેબલ એટલે કે દિવ્યાંગ સમજી શકે તે ફોર્મેટમાં રજૂ કરે. જોકે અનેક ટેલિવિઝન ચેનલો એક્સેસેબલ ટેલિવિઝન સ્ક્રીન પ્રસ્તુત કરવામાં અસફળ નીવડી છે. ત્યારે પત્રકાર મયુર પરીખે બિઝનેસ ટેલિવિઝન ન્યુઝ અને એક્સેસેબિલિટી આ વિષય પર પોતાનું શોધપત્ર રજૂ કર્યું છે. આ શોધપત્રમાં એ વિગતોની છણાવટ કરવામાં આવી છે જેના દ્વારા બિઝનેસ ટેલિવિઝન ન્યૂઝ સરળતાથી એક્સેસેબલ બની શકે. પોતાના શોધ પત્રમાં તેમણે સમય અને પૈસાની બચત સાથે ટેલિવિઝન ન્યુઝ ને શ્રવણહીન તેમજ નેત્રહીન લોકો સુધી શી રીતે પહોંચાડી શકાય તે વિષે રિસર્ચ કર્યું છે. ડોક્ટર. પી. જે. મેથ્યુ માર્ટીન ના માર્ગદર્શન હેઠળ તેમણે આ અભ્યાસક્રમ પૂરો કર્યો.
ઉલ્લેખનીય છે કે મયુર પરીખ વર્ષ 2001 થી ન્યૂઝ ટેલિવિઝન ચેનલમાં કાર્યરત છે અને એબીપી ન્યુઝ, સ્ટાર ન્યુઝ, ઝી ન્યુઝ તેમજ આલ્ફા ગુજરાતી ચેનલમાં કામ કરી ચૂક્યા છે. અને હવે ન્યુઝ ટેલિવિઝન ક્ષેત્રમાં જ તેમણે ડોક્ટરેટ ની પદવી હાંસલ કરી છે. હાલ તેઓ ન્યુઝ કન્ટીન્યૂઝ વેબ પોર્ટલના સંપાદક છે. તેમજ મિડીયા કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે.
નિમ્ન લેખિત તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે
https://www.facebook.com/MayurParikhJournalist