ગુજરાતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌથી મોટું રીયુનિયન યોજાયું

બાલ ભારતી સ્કૂલના બધા બેચના 1,350 સ્ટુડન્ટ, મેનેજમેન્ટના સભ્યો, શિક્ષકો ભેગા થયા

હજારો લોકોએ યૂ-ટ્યૂબ પર કાર્યક્રમ માણ્યો

કાંદિવલીની ગુજરાતી માધ્યમની બાલ ભારતી સ્કૂલના બધા બેચનું રીયુનિયન પાંચમી માર્ચે કચ્છી હોલ, બોરીવલીમાં રાખવામાં આવ્યું હતું. રીયુનિયનમાં શાળાની જૂની યાદ તાજી કરવાની સાથે મનોરંજનના કાર્યક્રમો પણ રખાયા હતા.

Join Our WhatsApp Community

 

 બાલ ભારતી સ્કૂલના પાંચમી માર્ચે યોજાયેલા રીયુનિયનના અંદાજે 1,250 વિદ્યાર્થી અને 100 મેનેજમેન્ટના સભ્યો, શિક્ષકો, સ્ટાફ સહિત આશરે 1,350 જણ ભેગા થયા હતા. દેશ-વિદેશમાંના અન્ય હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કાર્યક્રમને યૂ-ટ્યૂબ પર માણ્યો હતો. બાલ ભારતી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રીયુનિયન કદાચ દેશની, ખાસ કરીને ગુજરાત બહારની કોઇ એક ગુજરાતી શાળાના અત્યાર સુધી યોજાયેલા રીયુનિયનમાં સૌથી મોટું હશે. આ પ્રસંગે સુવેનિયર બહાર પડાયું હતું, બધાએ સંગીતના તાલે ગરબા કર્યા હતા અને મનમૂકીને નાચ્યા હતા.

 

 

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વેબસાઇટ અંગે જાણકારી અપાઇ હતી. યૂ-ટ્યૂબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર પણ આ કાર્યક્રમના ફોટા, વીડિયો મુકાયા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શરૂઆતમાં દરેક બેચના એડમિન નીમીને તેઓના બેચના વિદ્યાર્થીઓ સુધી આ રીયુનિયનનો સંદેશો પહોંચાડ્યો હતો. બાદમાં, કાંદિવલી, બોરીવલી, મલાડના અનેક સેન્ટર ખાતેથી નામનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું.

 

 

બાલ ભારતી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં હાલમાં કોઇ ગૃહિણી છે, તો કોઇ ડોક્ટર, તો કોઇ વેપારી, તો કોઇ કવિ, અભિનેતા, વકીલ, એન્જિનિયર, કોરિયોગ્રાફર, સમાજસેવક. કોઇ અમેરિકા છે, તો કોઇ અમદાવાદ, કોઇ દુબઇ છે, તો કોઇ કાશ્મીર. આ રીતે વિવિધ ક્ષેત્રમાં કામ કરી રહેલા બાલ ભારતી ગુજરાતી માધ્યમ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક જ જગ્યાએ ભેગા થઇને જૂની યાદ ફરી તાજી કરી હતી.

 

ગુજરાતી સ્કૂલના ભતપૂર્વ વિદ્યાર્થીઓને માત્ર બે મહિનામાં આટલી મોટી સંખ્યામાં પરિવારના સભ્યો વિના ભેગા કરવાની આ ઘટનાને ઐતિહાસિક ગણવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી અન્ય સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પતિ, પત્ની, સંતાનો સાથે મળતા હતા અથવા ફનફેર જેવા કાર્યક્રમમાં ભેગા થતાં હતાં, પરંતુ આ રીતે મોટી સંખ્યામાં ભેગા થયા હોવાની ઘટના કદાચ સૌપ્રથમ હતી. એસી હોલની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સંખ્યા મર્યાદિત રખાઇ હતી. અમુક લોકોએ મોડેથી પણ પ્રવેશ માટે વિનંતિ કરી હતી અથવા વહેલા રજિસ્ટ્રેશન નહિ કરાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.

 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version