Site icon

વાહ! કલ્યાણની આ ગુજરાતી શાળાએ જનજાગૃતિ માટે શરૂ કર્યો આ નવો ઉપક્રમ; ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ પણ લાગી ગઈ કામે, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

આ વાત છે શ્રી બૃહદગુજરાતી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત માતૃશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયની, જે આજે પણ કલ્યાણના ગુજરાતી વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણનો લાભ આપી રહી છે. હવે શાળાના પ્રચાર-પ્રસાર માટે આ શાળાએ એક નવો ઉપક્રમ શરૂ કર્યો છે.

માતૃભાષાના શિક્ષણના ફાયદા વિશે જનજાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા આ ઉપક્રમમાં શાળાએ તેની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે મળી કાર્ય કરવાની શરૂઆત કરી છે. શાળાની અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ આજે સફળતાનાં નવાં શિખરો સર કર્યાં છે. હવે આ જ વિદ્યાર્થિનીઓ પોતાની આ સફળતાની વાર્તા વીડિયોના માધ્યમે લોકોને કહી પોતાની સફળતા પાછળ શાળાના રહેલા અમૂલ્ય ફાળા વિશે વાત કરે છે.

આ કોંગ્રેસી નેતા નો બફાટ. જો કોંગ્રેસ સત્તા માં આવશે તો કાશ્મિર માં ફરી આર્ટીકલ 370 લાવશે. ઓડિયો વાયરલ થયો. જાણો વિગત..

ગત વર્ષે શાળાએ ૨૪ ઑગસ્ટ એટલે કે ગુજરાતી દિવસના ઉપલક્ષ્યમાં એક મોટો ઑનલાઇન કાર્યક્રમ કર્યો હતો. એમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી અને પોતાની આ શાળાના પ્રચાર-પ્રસાર માટે સહયોગ કરવાનું બીડું ઉપાડ્યું હતું. ત્યાર બાદ આ ઉપક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. હવે ગત બે મહિનાથી દર બે દિવસે શાળા એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરે છે. જેમાં વિદ્યાર્થિની પોતાની યશગાથા કહી એમાં છુપાયેલા માતૃભાષાના શિક્ષણના મહત્ત્વની વાત કરે છે.

આ સંદર્ભે વધુ વાત કરતાં શાળાનાં આચાર્યા પૂર્વાબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમે શાળાના પ્રચાર-પ્રસાર માટે સતત મહેનત કરીશું. મને વિશ્વાસ છે કે સમાજમાં ચોક્કસપણે પરિવર્તન આવશે અને ફરી બધી જ ગુજરાતી શાળાઓ ધમધમતી થશે.” આ કાર્યમાં શિક્ષકો અને સંચાલક મંડળ તરફથી પણ જરૂરી સહયોગ મળતો હોવાની વાત તેમણે ઉમેરી હતી.

15 દિવસ પહેલા શરૂ થયેલું દિલ્હી નું પ્રથમ ડ્રાઈવ થ્રુ રસીકરણ કેન્દ્ર આ કારણે થયું બંધ ; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે આ શાળામાં મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા રંગરોગાનનું કામ ચાલુ હતું, પરંતુ લૉકડાઉનને કારણે થોડું કામ બાકી છે. ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ થશે અને બાળકોને શૈક્ષણિક ચિત્રો સહિતના ઉત્તમ વર્ગખંડ મળશે.

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version