Site icon

નજીવા નફે ઘરથી સેંકડો કિલોમીટર દૂર પુસ્તકો વેચવાનું કામ કરે છે.. જાણો કોણ છે આ વ્યક્તિ

તાપી જિલ્લાના વ્યારા ખાતે એક વ્યક્તિની સરાહનીય કામગીરી નજીવા નફે ઘરથી સેંકડો કિલોમીટર દૂર પુસ્તકો વેચવાનું કામ કરે છે જાણો કોણ છે આ વ્યક્તિ પુસ્તકો રૂપી જ્યોતને પ્રજ્વલિત રાખવાનું કામ કરી રહ્યા છે

This man sells a book hundreds of kilometers away from home

નજીવા નફે ઘરથી સેંકડો કિલોમીટર દૂર પુસ્તકો વેચવાનું કામ કરે છે.. જાણો કોણ છે આ વ્યક્તિ

News Continuous Bureau | Mumbai

રસ્તાની બાજુમાં સામાન્ય કપડાં પહેરીને ગાડીમાં પુસ્તકો વેચવા માટે ખુરસી પર બેસેલા આ વ્યક્તિ છે મોહનભાઇ અનવાની. જેઓ છેલ્લા 40 વર્ષ કરતા વધુ સમયથી આ રીતે નજીવા નફે ઘરથી સેંકડો કિલોમીટર દૂર પુસ્તકો વેચવાનું કામ કરી પુસ્તકો રૂપી જ્યોતને પ્રજ્વલિત રાખવાનું કામ કરી રહ્યા છે..

Join Our WhatsApp Community

આજના ઈન્ટરનેટના યુગમાં જ્યારે મોબાઈલ લેપટોપ જેવા ઉપકરણો પર બધી માહિતીઓ એક ક્લિકમાં મળી જતી હોય છે, ત્યારે પુસ્તકોનું મૂલ્ય ધીમે ધીમે ઓસરાતું જતું હોય તેવું લાગે છે.. આવી કપરી પરિસ્થિતિમાં પુસ્તકોનું મૂલ્ય જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પોતાની જવાનીના અમૂલ્ય વર્ષો ઘસી નાખનાર મૂળ ઉત્તર ગુજરાતના રાધનપુર ના મોહનભાઇ જેવા ઝુઝ જોવા મળતા હોય છે.

આ સમાચાર પણ વાંચો:  લ્યો કરો વાત, એક તરફ મોદી નો વિરોધ અને બીજી તરફ સામના અખબારમાં આખું ફ્રન્ટ પેજ મોદીના કટ આઉટ થી છવાઈ ગયું. જુઓ ફોટો.

મોહનભાઇ પોતાના ઘરથી 500 થી વધુ કિલોમીટર દૂર તાપી જિલ્લાના વ્યારા ના મુખ્ય રોડ પર એક જૂની કારમાં ફૂટપાથ પર રહી ધાર્મિક, દેશના મહાન પુરુષો, બાળ વાર્તા જેવા માહિતી સભર પુસ્તકો વેચીને માંડ પેટીયું રડી રહ્યા છે, તેમનો ઉદેશ્ય માત્ર સારા પુસ્તકોને જીવન્ત રાખવાનો છે,

સારા પુસ્તકોજ સારા જીવનનું ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેવું તેમનું માનવું છે, અને તેમના આ કાર્યને તેઓ સહર્ષ કરી રહ્યા છે, અન્યો પુસ્તક પ્રેમીઓ પણ તેમના આ કાર્યની સરાહના કરી પુસ્તકો તેમની પાસે ખરીદી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.

 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version