Site icon

શું તમે પણ પહાડોમાં ફરવાના શોખીન છો- IRCTC લાવી છે એક નવી મજેદાર ટૂર પૅકેજ-જાણો વિગતવાર ટૂર પેકેજ વિશે

News Continuous Bureau | Mumbai

ફરવાના શોખીનો માટે IRCTC એક નવી ટૂર પેકેજ(New tour package) લઈને આવ્યું છે. આ પેકેજ દ્વારા તમે રમણીય હિલ સ્ટેશનો (Scenic hill stations) ચંદીગઢ(Chandigarh), મનાલી(Manali) અને શિમલાની(Shimla) મુલાકાત લઈ શકો છો. પેકેજનું નામ ચંઢીગઢ-શિમલા મનાલી રેલ ટુર એક્સ. હાવરા (Chandigarh-Shimla Manali Rail Tour Ex. Howrah) (EHR111) છે. 

Join Our WhatsApp Community

કુલ 10 રાત અને 11 દિવસની આ પેકેજ ટુર હાવડાથી શરૂ થશે. જો તમને પણ આ ટુરમાં રસ હોય તો IRCTCની ટુરમાં જોડાઈ શકો છો.

આ ટુર માટે ટ્રેન દર શુક્રવારે હાવડાથી દોડશે. દરમિયાન, પહેલા અને બીજા દિવસે ટ્રેનમાં મુસાફરી કરવાની રહેશે. પેકેજ હેઠળ થર્ડ એસીની ટિકિટ (Third AC ticket) આપવામાં આવશે. શુક્રવારથી શરૂ કરીને, મુસાફરો શનિવાર/રવિવારે ચંદીગઢ પહોંચશે, જ્યાં તેમને પહેલા હોટેલમાં લઈ જવામાં આવશે. સવારે ફ્રેશ થઈને નાસ્તો કર્યા પછી તેમને રોઝ ગાર્ડન(Rose Garden), મ્યુઝિયમ(Museum), સુકના તળાવ વગેરે સ્થળોએ ફેરવવામાં આવશે. આ પછી, રાત્રિભોજન અને રાત્રિ રોકાણ હોટલમાં કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વાહ- માત્ર 50 હજારમાં કરો આ દેશનો પ્રવાસ- IRCTC ની એર ટૂર પેકેજ વિશે જાણો વિગતવાર

ચોથા દિવસે ટુર ચંદીગઢથી શિમલા માટે રવાના થશે. રસ્તામાં પિંજોર ગાર્ડનની મુલાકાત લેવામાં આવશે. સાંજે શિમલા પહોંચ્યા પછી ત્યાં રાત્રિ રોકાણ હશે. પાંચમા દિવસે કુફરી, લોકલ સાઈટ સીન અને મોલ રોડ પરિભ્રમણ કરવામાં આવશે. આ પછી મુસાફરો રાત્રે હોટેલમાં આવશે.

છઠ્ઠા દિવસે, ચેક આઉટ કરીને શિમલાથી મનાલી જવાનું હશે. મનાલીમાં ત્રણ દિવસ રોકાવાનું હશે. દરમિયાન મનુ મંદિર, હિડિંબા મંદિર, વન વિહાર, રોહતાંગ પાસ, ક્લબ હાઉસ વગેરે તમામ સ્થળોએ ફરાવવામાં આવશે. નવમા દિવસે મુસાફરો હોટેલમાંથી ચેકઆઉટ કરશે અને ચંદીગઢ પહોંચશે. ચંદીગઢથી ટ્રેન લઈને 11માં દિવસે હાવડા પહોંચશે.

દરમિયાન, પેકેજમાં એસી થ્રી-ટાયર ટ્રેનની ટિકિટ, 7 બ્રેકફાસ્ટ અને 6 ડિનર, હોટેલમાં રહેવાની સગવડ, રોડ ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને GSTનો સમાવેશ થશે. દર શુક્રવારે, હાવડા-ચંદીગઢ ટ્રેન નંબર 12311 હાવડા સ્ટેશનથી 21:55 વાગ્યે ઉપડશે અને દર રવિવારે, ચંદીગઢ-હાવડા ટ્રેન નંબર 12312 મુસાફરોને પરત કરશે. પેકેજ 21600 થી શરૂ થાય છે. વધુ વિગતો માટે તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ https://www.irctctourism.com/  ની મુલાકાત લઈ શકો છો

Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Climate Change: શું ભરાતમાં ઇન્દ્રધનુશ કદી નહીં દેખાય. વૈજ્ઞાનિકોની આ ચેતવણી ગંભીર છે
Exit mobile version