News Continuous Bureau | Mumbai
કોરોનાને(Corona) કારણે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય મુસાફરી(International travel) પર પ્રતિબંધો હતા પરંતુ હવે પ્રતિબંધો હટાવ્યા બાદ નાગરિકો ફરી ભટકવાનું ચાલુ કરી દીધું છે. લોકોમાં વિદેશ પ્રવાસનો(Foreign travel) ક્રેઝ પણ વધ્યો છે. કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ પણ ધીમી પડી ગઈ છે. હવે જોકે તમારા ઓછા બજેટમાં આંતરરાષ્ટ્રીય ટ્રિપનું આયોજન થઈ શકે જરૂર છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન(Indian Railway Catering and Tourism Corporation) (IRCTC) એ ભારતીય નાગરિકો(Indian citizens) માટે બજેટ ફ્રેન્ડલી ઓફર તૈયાર કરી છે.
IRCTC (IRCTC) એ માત્ર 49 હજાર 067 રૂપિયામાં થાઈલેન્ડમાં(Thailand) મુસાફરી કરવા માટે એર ટૂર પેકેજ (IRCTC Air Tour Package) ડિઝાઇન કરી છે. આ અંતર્ગત સમગ્ર થાઈલેન્ડની યાત્રા કરી શકાશે. એક વ્યક્તિ માટે આ પેકેજની કિંમત 49 હજાર 067 રૂપિયા છે. આ પેકેજમાં ફ્લાઇટની સુવિધા અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ટુરનું નામ છે “થાઈલેન્ડ ડીલાઈટ્સ એક્સ ગુવાહાટી”(Thailand Delights X Guwahati”).
આ સમાચાર પણ વાંચો : સૌથી વૃદ્ધ પાંડાએ દુનિયાને કહ્યું અલવિદા- આ કારણે આપવામાં આવ્યું ઈચ્છામૃત્યુ- જુઓ ફોટોગ્રાફ્સ
આ IRCTC પેકેજ 6 દિવસ અને 5 રાત માટે છે. આ સફર 13મી ઓક્ટોબરથી શરૂ થશે અને 18મી ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સાથે તમે બેંગકોક(Bangkok) અને પટાયા(pataya) વચ્ચે પણ મુસાફરી કરી શકો છો.
આ ટુરમાં રીર્ટન ફ્લાઇટ ટિકિટ, રહેવાની સગવડ, સવારનો નાસ્તો, ડિનર હશે. બપોરના જમવાની જાતે વ્યવસ્થા કરવાની રહેશે. આ ટુરમાં બુદ્ધ મંદિર, સફારી વર્લ્ડ પણ લઈ જવામાં આવશે.